News of Wednesday, 26th March 2025
રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારોને પીપળીયા ગામે ફાળવેલ પ્લોટના સનદનું વિતરણ
તેમણે જળ સંચય ઉપરાંત સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતના જનઅભિયાનમાં જોડાઈને 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'નો સંકલ્પ સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારોને પીપળીયા ગામે ફાળવેલ પ્લોટના સનદનું આજે રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આજે એક જ દિવસમાં વિવિધ વર્ગ અને સમાજના લોકોને થયેલ આવાસ અને પ્લોટ ફાળવણીનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના નાગરિકોને સરકારની દરેક યોજનાઓના લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. તેમણે જળ સંચય ઉપરાંત સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતના જનઅભિયાનમાં જોડાઈને 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત'નો સંકલ્પ સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું હતું.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
