<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અનધિક્રુત આરટીઆઈ એકટીવિસ્‍ટ પત્રકારો વિરૂદ્ધ હવે રાજ્‍ય લેવલે કાર્યવાહીના શ્રી ગણેશ

સુરત સીપી અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ ટીમે ૬૦ ગુન્‍હા દાખલ કરતાં ગાંધીનગર ચોંકી ઉઠયું : સુરત પછી હવે વડોદરામાં પણ બે ગુન્‍હા દાખલ કરાવતા સીપી નરસિંહમાં કોમારઃ અભિયાન આગળ વધ્‍યું

રાજકોટ, તા. ર૯: રાજ્‍યમાં કહેવાતા એક્‍ટીવિસ્‍ટ અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવી બિલ્‍ડરો, વ્‍યાપારીઓ અને વિવિધ વર્ગના લોકોને એનકેંન પ્રકારે દબાવી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હોવાના આરોપ રાજ્‍યના ગ્રહમંત્રી સુધી પોહચતા આવા લોકો માટે ખાસ તપાસ કરી વિશેષ અભિયાન ચળવવા સૂચવેલ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ માટેની વિશેષ જવાબદારી sog DCP રાજદીપસિંહ નકુમ ટીમને સુપ્રત કરતા અત્‍યાર સુધી એક્‍ટિવિસ્‍ટ અને કહેવાતા પત્રકારો વિરૂદ્ધ ૬૦ જેટલા ગુન્‍હાઓ દાખલ થતાં ચોકી ઉઠેલ ગૃહમંત્રી દ્વારા આવું અભિયાન આખા ગુજરાતમાં શરૂ કરવા આદેશ આપ્‍યાનું સૂત્રો જણાવે છે.                          

વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પણ આ બાબતે તપાસ કરાવતા લોકોનાં વિવિધ વર્ગમાંથી કેટલાક કિસ્‍સા પ્રકાશમાં આવેલ. જે અંતર્ગત મિલકતમાં કોઈ હક્ક ન હોવા છતાં વિવિધ સરકારી ઓફિસમાં તથા કોર્ટ કેસમાં અરજીઓ બદ ઇરાદાથી કરી હોવાનું ખુલતા બે પોલીસ મથકમાં ગુન્‍હાઓ દાખલ કરવામાં આવ્‍યા છે. ગૃહ મંત્રી સમક્ષ એ પ્રકારની ફરિયાદ પણ આવેલ કે, સામાન્‍ય બાબતમાં આ પ્રકારના અહેવાલ નગરપાલિકા, મહાનગરપાલિકા સુધી પહોચાડી દબાણ ઉભુ કરવામાં આવતા આવા તંત્ર દ્વારા જ પોતાને માનસિક ત્રાસ ન પડે તે માટે સમાધાન કરવા સૂચવતું હોય છે. અમુક કિસ્‍સામાં તો ભૂતકાળમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍ય તંત્ર દ્વારા જ આવી માહિતી કહેવાતા એકટીવિસ્‍ટને પૂરી પાડવામાં આવ્‍યા બાદ,આખી ગેમ શરૂ થતી.  ગાંધીનગર સુધી આ ફરિયાદ પોહચતા હવે તમામ મહાનગરો સહિત આખા રાજ્‍યના પોલીસ તંત્રને આવી માનસિકતા ધરાવતા લોકો સામે કડક પગલાં ભરવા આદેશ થયા છે.(૬.ર)

(11:43 AM IST)