તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ખંભાત પાલિકાની સામાન્ય સભા ‘સમરાંગણ બની: ચીફ ઓફિસરે મારામારી અંગે છ મહિલા સામે ફરિયાદ નોંધાવી
મહિલા કોર્પોરેટરે રાજીનામું આપી દીધા બાદ સામાન્ય સભામાં ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટરની ખેંચી તેની સાથે મારામારી કરી

આણંદ: જિલ્લાની ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો મળી ગયો હતો અને જનતાનાં કામ માટેની કચેરી જાણે સમરાંગણ બની ગઈ હતી. આ ઘટનામાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપી દીધા બાદ સામાન્ય સભામાં ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટરની ખેંચી તેની સાથે મારામારી કરી હતી . આ અંગે ચીફ ઓફિસરે છ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત પાલિકાની સામાન્ય સભામાં મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપમાંથી 6 તથા અપક્ષમાંથી 2 મળી કુલ 8 સભ્યોએ નગરપાલિકામાં પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સાંજે મળેલી બજેટ સામાન્ય સભામા આવી ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટર ખેંચ્યું હતું અને તેમાંથી બે મહિલાઓએ બે-ત્રણ લાફા મારી દીધા હતા. તેમની પાસે રહેલા હાજરી રજીસ્ટરમા જબરજસ્તીથી સહીઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બનાવ અંગે ખંભાત નગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કુણાલ પટેલે છ મહિલાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઇ સોલંકી, નિસાદબાનુ સોયેબભાઇ મન્સુરી, કામીનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબેન કરશનભાઇ ભીલ અને શાંતીબેન ભુપતભાઈ માછી સામે ફરિયાદ નોંધાવી હતી
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
