તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
નિકોલમાંથી ઝડપાયો રૃ, ૪૩ લાખની કિંમતનો દારૃ
૧૮૩૦૦ બોટલો જપ્ત કરવામાં આવીઃદાસ્તાન સર્કલ પાસે PCBએ બાતમીના આધારે દરોડા પાડીને કન્ટેનરમાં થતી દારૃની હેરફેરનો પર્દાફાશ કર્યો

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં વધુ એક વખત દારૃબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે.
અમદાવાદના નિકોલમાંથી ૪૩ લાખની કિંમતના દારૃ સાથે ૧ આરોપી પકડાયો છે. નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે PCBએ બાતમીના આધારે દરોડા પાડીને કન્ટેનરમાં થતી દારૃની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.
૪૩ લાખથી વધુની કિંમતની ૧૮ હજાર ૩૦૦ બોટલ દારૃ જપ્ત કરાયો છે..દારૃનો જથ્થો, કન્ટેનર સહિત ૭૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે અણદારામ જાટ નામના ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેમજ વિદેશી દારૃનો જથ્થો મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૃ કરી છે.
ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં, વર્ષ ૨૦૨૪માં કરોડો રૃપિયાનો ગેરકાયદેસર દારૃ પકડાયો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ ૨૦૨૪ દરમિયાન રાજ્યભરમાં દરોડા પાડીને કુલ ૪૫૫ કેસ નોંધ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૨ કરોડ, ૫૧ લાખથી વધુની કિંમતનો દારૃ ઝડપાયો હતો. એટલું જ નહીં, પોલીસે કુલ ૫૧ કરોડ, ૯૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
રાજ્યના ચાર મોટા શહેરોમાં પણ ગેરકાયદેસર દારૃનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોવાનું સામે આવ્યું હતું. આ ચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ વર્ષ ૨૦૨૪ દરમ્યાન પકડાયો હતો, જેમાં સૌથી વધુ દારૃ વડોદરા શહેરમાંથી ઝડપાયો છે.
ચાર મહાનગરો ઉપરાંત, મહેસાણા, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત ગ્રામ્ય, નવસારી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ ૧ કરોડથી વધુની કિંમતનો દારૃ પકડાયો હતો.
આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૃનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
