News of Saturday, 29th March 2025
ઈડરમાં થયેલી ૧૫ લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા
મામલામાં ૨ આરોપી ઝડપાયાઃલૂંટ બાદ આરોપીઓ ગાંધીનગર-અમદાવાદમાં છુપાયા હતા

ઈડર, તા.૨૯: ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે થયેલી ૧૫ લાખ રુપિયાની લૂંટનો કેસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો.
LCBએ આ કેસમાં બે આરોપીઓને હિંમતનગર નજીકથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૧૧ લાખ ૮૬ હજાર રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે. લૂંટ બાદ આરોપીઓ ગાંધીનગર અને અમદાવાદમાં છુપાયા હતા.પરંતુ હિંમતનગર પહોંચતાં જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા. લૂંટનો માસ્ટરમાઈન્ડ વિવેક શાહ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ ભરૃચમાં થયેલી એક લૂંટમાં પણ સંડોવાયેલો હતો.પોલીસે આરોપીઓને પકડીને લૂંટેલી રકમનો મોટો ભાગ પાછો મેળવી લીધો છે.
થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી. ૨ લૂંટારુ બાઈક સવારોના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા હતા. ૧૫ લાખ લઈને બેક્નમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. બેક્ન નજીક જ યુવક પાસેથી રુપિયા તફડાવી ૨ ઈસમો ફરાર થયા હતા. CCTVના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંન્ચે ઉકેલ્યો છે.
મળતી માહિતી અનુસાર યુવાન તેની કંપનીના બેક્ન એકાઉન્ટમાંથી રુપિયા ૨૦ લાખ ઉપાડી અન્ય બેક્નમાં જમા કરાવવા નીકળ્યો હતો. એક બેક્નમાં તેણે પાંચ લાખ રુપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદ ૧૫ લાખ અન્ય બેક્નમાં જમા કરાવવા જવા તે રીક્ષામાં બેઠા હતા. પરંતુ તે સમયે ત્યાં બાઈક પર આવેલા ૨ ઈસમોએ યુવાનને લૂંટી લીધા હતા.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
