<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સુરતનાં ભાજપ નેતા ભરત પટેલની ધરપકડ : બેંકનાં ખોટા લેટરપેડનો કર્યો ઉપયોગ :પાર્ટીએ હાંકી કાઢ્યા

ભરત પટેલે બેંક ઓફ બરોડા અરેઠ શાખાનું ખોટું બોજા મુક્તિનું પ્રમાણપત્ર રજૂ કર્યું

સુરત: જિલ્લાનાં માંગરોળ તાલુકા પંચાયતની લીંબાડા બેઠકના સભ્ય ભરત પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાયા બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત જિલ્લાનાં લીંબડા ગામે આરોપી ભરત પટેલની જૂની શરતની જમીન આવેલી હોય તેનું વેંચાણ કરેલું હોય અને આ અંગે પરિવારમાં જાણ થતાં તેમણે મામલતદાર કચેરી ખાતે વાંધા અરજી નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ અંગે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદની વિગતો અનુસાર ભરત પટેલની માંગરોળના લીંબડા ગામ ખાતે જૂની શરતની જમીન આવેલી હોય અને તે જમીન તેમણે હસમુખ લાલ પટેલને વેચાણ આપી હતી. જોકે જમીન વેંચાણ અંગે ભરત પટેલના પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યોએ વાંધા અરજી રજૂ કરી હતી.

આ દરમિયાન આરોપી ભરત પટેલે બેંક ઓફ બરોડા અરેઠ શાખાનું બોજા મુક્તિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જે માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરતાં ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ઠગાઇ કરવાના ઇરાદે બેંક તથા વેચાણ લેનાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 
 
 
 
 
 

 

(8:52 PM IST)