News of Saturday, 29th March 2025
જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા!
ગુજરાત સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણયઃઆ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં હવે જન્મ અંગેના સર્ટિફિકેટમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો લાગૂ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે.
જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ ટ્ઠદ્બષ્ઠ એ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮ બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે.
જો તમે હવે નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતો સુધારવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જાઓ ત્યારે ખાતરી કરજો કે તમે આપેલી વિગતોની જોડણી ખોટી નથી. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો.
નામ બદલવાની વારંવારની વિનંતીઓથી તંગ આવી ગયેલા છસ્ઝ્રએ આખરે એક મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે જન્મ કે મૃત્યુના પ્રમાણપત્રમાં ફક્ત એક વખત સુધારો કરી શકાશે અને ત્યારબાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા-વધારા કરવા અને 'ભાઈ' અથવા 'કુમારી' જેવા સન્માનિતને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફારો કરવામાં આવશે નહીં.
વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં જ નામમાં સુધારો કરવાની વિનંતોમાં બે ગણો વધારો થયો હતો. પ્રથમ છ મહિનામાં જ સુધારા-વધારા કરવા માટે છસ્ઝ્રને ૫૦,૦૦૦થી વધુ અરજીઓ મળી છે. જે આટલી અરજીઓ ૨૦૨૩ના આખા વર્ષ દરમિયાન મળી હતી. આવી અરજીઓની સંખ્યા સતત વધી રહી હોવાના કારણે છસ્ઝ્રને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઓફિસમાં નવી પ્રતિબંધિત નીતિઓની નોટિસ મૂકવાની ફરજ પડી છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
