તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ગરૂડેશ્વર તાલુકાના એક ગામમાંથી સગીર બાળાનું લગ્નની લાલચે અપહરણ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામની સગીર વયની બાળાનું એક સગીર બાળકે લગ્નની લાલચે અપહરણ કરતા બાળાના વાલીએ ફરિયાદ આપી છે
મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી સગીરવયની દીકરી ઉંમર વર્ષ-૧૭, મહીના-૦૯ ને વાલીપણામાંથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ ગુનો કરનાર એક સગીર વયના બાળક વિરુદ્ધ બાળા ના વાલી એ ફરિયાદ આપતા ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.
જોકે સાંભળતી વાત મુજબ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા ગરીબ પરિવારો ના માતા પિતા પોતાના સંતાનોને સારો અભ્યાસ કરી આગળ વધે અને પોતાની કારકિર્દી બનાવી આર્થિક રીતે સદ્ધર થાય તેવા આશય થી સારી શાળા કોલેજમાં અભ્યાસ માટે મોકલ્યા હોય છે પરંતુ હાલ સ્માર્ટ ફોનના ચક્કરમાં નાના નાનાં સગીર બાળકો પણ પ્રેમજાળમાં ફસાઈ જતા માતા, પિતાની કોઈપણ ચિંતા નહીં કરી પોતાની મનમાની કરે છે અને આખરે આ પગલા બાદ મોટાભાગના બાળકો પસ્તાઈ પણ છે ત્યારે મોબાઇલ અને ઇન્ટરનેટના આ યુગમાં વાલીઓએ પોતાના સંતાનો ને સ્માર્ટ ફોન થી દૂર રાખવા જોઈએ અને સમયાંતરે તેમની ગતિવિધિ પર નજર રાખવી જરૂરી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
