<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સોમવાર અને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તા.૧૪/૦૪/૨૦૨૫, ૨૮/૦૪/૨૦૨૫, ૨૯/૦૪/૨૦૨૫ અને ૨૦/૧૦/૨૦૨૫ જાહેર રજાઓના દિવસે  સોમવાર અને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

• તા.૧૫/૦૪/૨૦૨૫,૩૦/૦૪/૨૦૨૫,૨૧/૧૦/૨૦૨૫ ના રોજ ના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે.
• સોમવારે આવતા તહેવારોમાં દિવસોમાં મિનિ વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને SoUADTGA દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય – ગોપાલ બામણીયા,અધિક કલેકટર, SoUADTGA  
વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે, SoUADTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ તા. ૧૪/૦૪/૨૦૨૫ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી, તા. ૨૮ અને ૨૯/૦૪/૨૦૨૫ ભગવાન પરશુરામ જયંતી અને તા. ૨૦/૧૦/૨૦૨૫ દિવાળી પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.
તા.૧૪ એપ્રિલ,૨૮ અને ૨૯ એપ્રિલ,૨૦ ઓકટોબર ૨૦૨૫ના રોજ  સોમવાર અને મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે અને તેના બદલે તા. ૧૫/૦૪/૨૦૨૫, ૩૦/૦૪/૨૦૨૫, ૨૧/૧૦/૨૦૨૫ ના રોજ ના રોજ તમામ પ્રવાસન સ્થળોએ જાહેર રજા રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને પોતાના પરિવાર સાથે એકતા નગર ખાતે તહેવાર ઉજવી શકે તે  માટે ઉપર જણાવેલ તારીખ ના રોજ તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી મિની વેકેશનનો લાભ મળી શકે.
પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે, ઉપરોકત દિવસો દરમ્યાન સોમવાર અને મંગળવારના રોજ પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઈટ www.soutickets.in થી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે.

(10:12 PM IST)