<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

કાલથી વાતાવરણમાં આવશે પલટો:ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા

મેઘગર્જના સાથે નર્મદા, તાપી અને ડાંગમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થઇ શકે

અમદાવાદ :હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થઇ શકે છે.

31 માર્ચ 2025ના રોજ મેઘગર્જના સાથે નર્મદા, તાપી અને ડાંગમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ થઇ શકે છે.

1 એપ્રિલ 2025ના રોજ મેઘગર્જના સાથે અમરેલી, ભાવનગર, ભરૂચ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.

2 એપ્રિલ 2025ના રોજ મેઘગર્જના સાથે અમરેલી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.

3 એપ્રિલ 2025ના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો કમોસમી વરસાદ થઇ શકે છે.

(4:56 PM IST)