તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 30th March 2025
પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું સ્ફોટક નિવેદન : કહ્યું- મુસલમાનોએ અત્યાચાર કર્યા તે ભૂલવાના નથી
પટેલ કાર્યક્રમમાં જણાવ્યું કે ઔરંગઝેબનું ભૂત પાછુ ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કાંઈક ઉપાય કરશે

મહેસાણામાં સિંધી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપતા કહ્યું હતું કે મુસલમાનોએ જે અત્યાચાર કર્યા તે ભૂલવાના નથી.
નીતિનભાઈ પટેલે કહ્યું કે, ભગવાન ઝૂલેલાલ જય બોલાવતા હતા તેનાથી ખૂબ આનંદ થયો છે. જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હવે, તમે બધા અહી સુરક્ષિત છો. ભારત માતાના સંતાન તરીકે કામ કરો છો. ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો. પણ એ રીતે નથી ભૂલવાનો. પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો. મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. હજુ પણ તમે જુઓ રહી રહી આ મુસલમાનોનું ભૂત ગમે તેમ ગમે ત્યાં ધૂણે છે. આપણા અનેક મંદિરો જે ઉત્તરપ્રદેશમાં હોય કે બીજે બધે હોય. મુસલમાનોએ તોડી કબ્જે લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. જે ધીરે ધીરે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે . તે તમે જુઓ છો. એ બધુ પાછું આવશે. પણ આપડે સહકાર આપવાનો છે.
નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું કે ઔરંગઝેબનું ભૂત પાછુ ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કાંઈક ઉપાય કરશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપાય કરશે. જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો, બેન દીકરીઓની આબરૂ લૂંટી, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરી ફરજિયાત લગ્ન કર્યા , તે જે કાળો કલંકરૂપ ભૂતકાળ ભૂલી જવાનો છે. એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
