News of Sunday, 30th March 2025
ચૈત્રી નવરાત્રીએ સુરતમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું: સવારથી જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા
અતિ પ્રાચીન અંબાજી અને અંબિકા નિકેતન સહિતના મંદિરોને શણગાર કરાયોઃ

સુરત : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આજે સુરત શહેરમાં સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. સુરતના અતિ પ્રાચીન અંબાજી અને અંબિકા નિકેતન સહિતના મંદિરોને શણગાર કરવામાં આવ્યો છે તેમજ ભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
ભાગળ અંબાજી રોડ સ્થિત અંબાજી મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર આજે સવારે 6.30 વાગ્યે માતાજીની આરતી થઇ હતી ત્યારબાદ શુભ મૂહર્તમાં નવદુર્ગા માતાના જવારાનું સ્થાપન થયું હતું, આજના દિવસે મંદિર સવારે6.30થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને સાંજે 4 થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, 10 દિવસ સુધી માતાજીને વિવિધ ઘરેણા અને સાડીઓથી શણગાર થશે અને આઠમના દિવસે માતાજીનો વિશેષ શણગાર થશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
