<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ભાજપ દ્વારા રાજ્યના ત્રણ જિલ્લાના સાત તાલુકા-શહેર પ્રમુખના નામની જાહેરાત: જાણો કોને જવાબદારી મળી :જુઓ સંપૂર્ણ યાદી

કચ્છ જિલ્લાના માંડવી, મુંદ્રા અને અંજાર શહેર પ્રમુખો જાહેર :જિલ્લા પ્રમુખોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સંગઠનમાં બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી છે. ત્રણ જિલ્લાના સાત તાલુકા-શહેર પ્રમુખાના નામની જાહેરાત કરી છે. અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ પણ અન્ય જિલ્લા તેમજ તાલુકા-શહેર પ્રમુખાના નામની યાદી બહાર પાડી હતી.

    કચ્છ જિલ્લાના માંડવી, મુંદ્રા અને અંજાર શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા, દેવગઢ બારીયા શહેર પ્રમુખના નામની યાદી બહાર પાડી છે. તો આણંદ જિલ્લાના આંકલાવ શહેર, આણંદ તાલુકા પ્રમુખના નામની જાહેરાત કરી છે. ભાજપ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત પહેલા બાકી રહેલા મંડળ પ્રમુખો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ બાકી રહેતા જિલ્લા પ્રમુખોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય કક્ષાએથી લીલીઝંડી મળતા સંગઠનના નવા પ્રમુખના નામની જાહેરાતની રાહ પણ જોવાઈ રહી છે

 


 

(8:58 PM IST)