News of Sunday, 30th March 2025
નર્મદા SOG પોલીસે રૂ. ૨,૯૧.લાખના સૂકા ગાંજા ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સસ્પેક્ટર વાય.એસ. શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ.. એચ.કે.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે દેવદત્ત આનંદ પુરી (હાલ રહે. રણછોડજી મંદિર, ઉમરવા, તા.નાંદોદ, જી.નર્મદા મુળ રહે, જ્યોતિનગર, રાજપારડી, તા.ઝગડીયા, જી.ભરૂચ)ને પોતાના કબજામાંની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો ગાડી નં. GJ-01-WE-5391 માં ગેરકાયદેસર વનસ્પતિજન્ય સુકો ગાંજોનાં જથ્થા સાથે નાવરા ગામ તરફથી નવા રાજુવાડીયા ગામ તરફ જતા રોડ ઉપર પોલીસ નાકાબંધી દરમિયાન પકડી પાડી તપાસ દરમ્યાન તેની પાસેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો કુલ-૨૯.૧૫૯ કિલોગ્રામ કિ.રૂ.૨.૯૧,૫૯૦/- તથા એક મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક વીવો કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૬,૫૯૦/-ના મુદ્દામાલ કબજે કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
