News of Sunday, 30th March 2025
આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ : રાજપીપળાના કાળકા માતાજીના મંદિરે ભાતીગળ ચૈત્ર મેળાનો પ્રારંભ
ગત વર્ષે અને આ વર્ષે પણ મેળામાં બહારના વેપારીઓ નહી આવતા સ્થાનિક વેપારીઓ રમકડા, શ્રીફળ સહિતની લારીઓ લગાવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : માં શક્તિ નું આરાધના પર્વ એટલે નવરાત્રી માં આદ્ય શક્તિની આરાધના માટે ગુજરાતમાં બે નવરાત્રી ઉજવાય છે એક શરદ ઋતુ માં આસો નવરાત્ર અને બીજી વસંત ઋતુમાં ચૈત્ર નવરાત્ત્રી ત્યારે રાજપીપળામાં આસો માસ ની નવરાત્રમાં માં હરસિદ્ધી માતાનો મેળો ભરાય છે. તથા ચૈત્ર માસમાં પૌરાણિક એવા કાળકા માતાના મંદિરે મેળો ભરાય છે. ચૈત્ર મહિનાની નવરાત્ર માં રાજપીપળામાં આવેલા પૌરાણિક કાલિકા માતા ના મંદિરે માનવ મહેરામણ ઉમટે છે અને તેનું કારણ એ છે કે ગોહેલ વંશ ના રાજવી પરિવાર દ્વારા અહી ગામના પાદરે બનાવવામાં આવેલ કાલિકા માતાના મંદિરે લોકમેળો ભરાય છે. છેલ્લા 80 વર્ષોથી ભરતા આ મેળા માં લોકોને અનોખી શ્રધા અને ઉત્સાહ જોવા મળે છે. અને તેથીજ સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ તેમની આસ્થા પૂરી કરવા અહી આવે છે ખાસ કરીને ધોબી સમાજ તથા ગોહિલ સમાજના કુળદેવી ગણાતા માં કાલિકાની આરાધના કરવા દૂર દૂરથી લોકો અહી આવી તેમની આસ્થા પૂર્ણ કરે છે અને 10 દિવસ ભાતીગળ લોક મેળાને મહાલે છે. માં કાલિકા દરેકની મનોકામના પૂર્ણ કરતા શ્રદ્ધાળુ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે, વળી અહીં રાજારજવાડા વખતે ગામની બહાર મંદિર હોવાથી એક કૂવો પણ પાણી પીવા માટે બનાવવામાં આવ્યો હતો જે આજે પણ છે અને કહેવાય છેકે માં કાલિકાનો આ કુવામાં વાસ હોવાથી આ કૂવાનું પાણી ચમત્કારી છે અને જેને પીવાથી શરીર માં થતા તમામ રોગો મટે છે
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
