News of Sunday, 30th March 2025
ફોર વ્હીલ ચાલકે ડીવાઈડર કુદાવી સામેની સાઇડ જતી એસટી બસ ને અથડાતા કેટલાકને ગંભીર ઇજા
તિલકવાડાના આલમપુરા વળાંક પાસે બનેલી આ ઘટનામાં ફોર વ્હીલ અને બસને નુકશાન:ડભોઇ ડેપોની આ બસ ગરબાડાથી નસવાડી જઈ રહી હતી ત્યારે આલમપુરા પાસે અકસ્માત નડ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના આલમપુરા વળાંક પાસે થયેલા વિચિત્ર અકસ્માત માં ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી બસ સાથે અથાડી બંને ગાડીઓને નુકશાન કરતા બસ ચાલકે ફરિયાદ આપી છે
પ્રાપ્ત વિગતો અનુસાર દિવાનભાઇ કાલુભાઇ ડામોર (સરકારી એસટી.બસ ડ્રાઇવર) (રહે. બોરીયાલા. ગામ દિવાન્યાવાડ ફળીયુ, જી.દાહોદ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ફોર વ્હીલ ગાડી નં.GJ-03-KH-2705 ના ચાલકે પોતાની ફોરવ્હીલ ગાડી પૂર ઝડપે હંકારી લાવી તેની સાઇડમાંથી ડીવાઇડર કુદાવી બસ જતી હતી તે સાઇડ તરફ સામેથી આવી સરકારી એસ ટી.બસ. નં.GJ-18-Z-1061 ની સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરી પોતાને અને ફોરવ્હીલ ગાડીમાં બેસેલા માણસોને શરીરે ગંભીર અને ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી તથા સરકારી એસટી.બસ.ને અને ફોરવ્હીલ ગાડીને નુકસાન કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
