<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

તંત્ર દ્વાર ઊભી કરાયેલી તમામ સવલતો બાદ નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં પ્રથમ દિવસ બાદ આજે બીજક દિવસે વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા,  ચૈત્ર માસમાં નર્મદા નદીની પરિક્રમાનું ઘણુ મહત્વ છે. આ પરિક્રમાને ઉત્તરવાહિની પંચકોશી કહેવામાં આવે છે. ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા, કીડીમકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી ભક્તો પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા કરે છે,  આ પરિક્રમા અંદાજે 14 કિમી એ પૂરી થાય છે.   

આ પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલશે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રી દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમયે પરિક્રમા કરી શકે છે. જે લોકો નર્મદા નદીમાં સવારે નર્મદાના નીરથી સ્નાન કરે છે તેના પાપ નષ્ટ થઈને પાણીમાં ધોવાઈ જાય છે. એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શન માત્રથી મુક્તિ મળે છે. તેવી માન્યતા છે.

(10:50 PM IST)