તા. ૨૮ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 31st March 2025
સાધારણ પરિવારના લોકોના દાગીનાનાં અભાવે પ્રસંગ અટકે તો આવા પરિવારની શું હાલત થાય? આ એક વિચારે સીપી નરસિંહમાં કોમારે ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો
તમામ ડીસીપી, એસીપી અને તમામ પીઆઇ ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી. લોકોની આંખો હર્ષના આસુંથી ઉભરાઈ... : વડોદરાના મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ હેમાંગભાઈ જોશી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ પોલીસનાં આવા ઉમદા કાર્યક્રમમાં હર્ષભેર હાજર રહ્યા

રાજકોટ તા . ૩૧: નાણાની અર્થાત્ ચલણી નોટોની જેમને રેલમછેલ છે, તેમને માંટે મોબાઈલ ચોરી, પાકીટ કપાવવું, બાઈક ચોરી સામાન્ય વાત હશે. પણ સાધારણ પિતા દ્વારા પણ બાઈક, મોબાઇલ જેવી વસ્તુ પોતાના સંતાનો માટે ખરીદી કરવી હોય તો ઘણો સમય બચત કરી, લોન કે ઉછી ઉધારા કરીને ખરીદવી પડે છે, એમાંય સામાન્ય પરિવારનાં ઘરમાંથી સોનાના દાગીના કે જે પુત્રીના લગ્ન માટે માત પિતાએ પોતે જેવા તેવા કપડા, બુટ, કે બીજી વસ્તુ અન્ય લોકો ફેંકી દયે તે પ્રકારની હોય છતાં ચલાવતા હોય છે.
લોકોની ચોરાયેલ વસ્તુઓ તસ્કર પકડાયા પછી મુદ્દામાલ પરત મળવામાં વિલંબને કારણે પ્રસંગ સ્ટકી જાય છે, આવું સ્વચ્છ છબી ધરાવવા સાથે માનવીય અભિગમ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસીહમાં કોમાર ખૂબ સારી રીતે સમજતા હોવાથી જેમનો મુદ્દામાલ પરત મેળવવાનો છે, તેમને સામેથી બોલાવવા અને તેમને અદાલતમાં જરૂરી અરજી કરાવવી, કોર્ટમાં પણ જસ્ટિસશ્રીને વિનંતી કરવા માટે પોતાના સાથી અધિકારીઓ અને સ્ટાફ માટે આખી પ્રક્રિયા શરૂ કરાવી.
શહેરના મેયરશ્રી શ્રીમતી પિન્કીબેન સોની, તથા વડોદરા શહેર સાંસદ શ્રી હેમાંગભાઇ જોષી, તથા વડોદરા માંજલપુર વિધાનસભા ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ હાજર રહેલા તથા વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશ્નર શ્રીઓ તથા તમામ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રીઓના નેતળત્વ હેઠળ ‘‘તેરા તુજકો અર્પણ''કાર્યક્રમનું આયોજન કરી, વડોદરા શહેરમાં ગુનાખોરી ડામી જાહેર જનતાંની ખોવાયેલી તથા ચોરાયેલી તથા અસામાજિક તત્વો દ્વારા ફોડ કરી લુટાયેલી અમાનતો અથાગ પ્રયત્નો કરી શોધી રજીસ્ટર રીસ્પોન્ડ, રીકવર, રીર્ટન કાર્યપધ્ધતીને અનુસરી તેઓના ગુમ થયેલ મોબાઇલ ફોન, વાહનો તથા સાયબર ફ્રોડ તથા સોના-ચાંદી દાગીના શોધી મુળ માલિકને પરત સોપવા માટે ‘‘તેરા તુજકો અર્પણ'' કાર્યક્રમ ઉમાંકાન્ત હોલ માંજલપુર ખાતે આયોજન કરી જાહેર જનતાને સાયબર રીફંડના કુલ રૂ.૨,૧૮, ૨૯,૭૨૩/- તથા કુલ વાહન ૨૪ જેની કિ.રૂ. ૩૩,૬૩,૫૦૦/- તથા મોબાઇલ ફોનની ૨૦૫ કિ.રૂ. ૩૩,૭૬,૭૪૮/- તથા સોનાના દાગીના - ૧૯ ચાાંદીના દાગીના-૧૦ જેની કિ.રૂ. ૨૬,૬૦,૩૮૭/- તથા અન્ય રોકડ રકમ રૂ.૮,૧૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૨,૪૯,૧૪૮/-ની મુળ માલિકોને પરત કરવામાં આવેલ લાભાર્થીઓ દ્વારા ખુબ જ હર્ષની લાગણી અનુભવેલ. સદર મુદ્દામાલ વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
