હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 11 જેટલા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ
લાભાર્થીઓના ઘરે જઈને લાભાર્થી દીઠ 2 હજાર થી લઈને 15 હજાર જેટલા રૂપિયાની કટકી કરતા હોવાની બૂમ ઉઠી હતી

બાલાસિનોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજિત 3 હજાર લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ એક લાભાર્થી દીઠ 30 હજાર જમા થતાં જ લાભાર્થીઓના ઘરે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરતા કર્મચારીઓ કટકી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાની 44 ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3000 થી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ જમા થઈ છે. જ્યારે 150 થી વધુ લાભાર્થીઓના ખાતામાં બીજા આપતાની 80 હજાર જેટલી રકમ જમા થતા ની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરતા કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને લાભાર્થી દીઠ 2 હજાર થી લઈને 15 હજાર જેટલા રૂપિયાની કટકી કરી રહ્યા હતા. જે બાબતે સમગ્ર તાલુકામાં લાભાર્થીઓ દ્વારા અનેક ફરિયાદો ઉઠી હતી
મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મુખ્ય અધિકારી ચંદ્રિકાબેન ભાભીર દ્વારા સમગ્ર જિલ્લામાંથી 11 જેટલા કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે. જેમાં બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બતાવતા જયંતીભાઈ ચાવડાની જિલ્લા કક્ષાએ બદલી કરી દેવાઈ છે. જ્યારે બાલાસિનોરમાં કટકી માત્ર એક કર્મચારીની બદલીથી રોકાઈ તેમ નથી જ્યારે આગામી સમયમાં 3 હજાર જેટલા લાભાર્થીઓના ખાતામાં બીજા હપ્તાની રકમ જમા થવાની તૈયારી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
