તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 31st March 2025
ભાઈની માંદગી માટે ચોરી કર્યાનું જણાવીઃ ઈમોશનલ ડ્રામા.. પોકેટ કોપએ પોલ ખોલી
ડોગ સાથે રાખીને એ આંતર જિલ્લા રીઢા ગુનેગારની પૂછપરછ કરવાની પીઆઇ દીપક ઉનડકટની તરકીબ કામ કરી ગઈ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની રણનિતી કામબિયાબઃ સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં એસીપી પ્રદિપસિંહ જાડેજા ટીમની કાબિલેદાદ કામગીરીની રસપ્રદ કથા અકિલા સમક્ષ મણીનગર પીઆઇ વર્ણવે છે

રાજકોટ, તા. ૩૧: અમદાવાદનાં અનુભવી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા પોતાના ડીસીપી ક્રાઇમનાં કાર્યકાળ દરમિયાન રીઢા ગુનેગારોને બોલાવી તેની સમયાંતરે પૂછપરછ કરી ક્રોસ ચેકીંગ કરવાનું ફરી શરૂ કરાવી, સેકટર વડા અને ખાસ કરીને તમામ ડીસીપીને પણ આ જવાબદારી સુપ્રત કરી છે. આ રણનીતિ ખૂબ ધાર્યા પરિણામ લાવી રહ્યાનું પીઆઇ મણીનગર દીપક ઉનડકટ દ્વારા એક રસપ્રદ કથાની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવતા જણાવ્યું છે.
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી, વ્રજરાજ બેંગલોઝ ખાતે રહેતા અને પ્લાયવુડનો વેપાર કરતા ફરિયાદી દર્શિલ કેતનભાઈ ઠક્કર ઉવ. ર૭ ના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી, અજાણ્યો આરોપી બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂ. ૧,૭૬,૦૦૦/- રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. ૧૩,૯૬,૦૦૦/- ની ચોરી કરી નાસી જતા, ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨, શ્રી જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આર.પરમાર તથા સ્ટાફના પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, ગુલામભાઈ, દેવુસિંહ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે તેમજ હાલમાં સતત ચાલતા વાહન ચેકીંગ દરમિયાન સીસીટીવી ફૂટેજ આધારે મળેલ બાતમી આધારે ખાતેથી આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા ઉવ. ૨૦ રહે. રામગલીના છાપરા, ઈસનપુર, અમદાવાદ ને રાઉન્ડ અપ કરી, ડોગ સ્ક્વોડના હેન્ડલર એ.એસ.આઈ. અજીતસિંહ ઓરિયો ડોગની હાજરીમાં પોલીસની ભાષામાં પૂછપરછ હાથ ધરતા, ડોગ દ્વારા પણ આરોપીને ઓળખી બતાવેલ તેમ પીઆઇ દીપક ઉનડકટ દ્વારા જણાવાયું હતું. ડોગ પોતાને પકડી પાડશે, એવા ભયના કારણે આરોપી ભાંગી પડેલ હતો અને ગઈ રાત્રે, વ્રજ રાજ બેંગલોઝ, મણિનગર ખાતે થયેલ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન મણિનગર પોલીસ ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. ૧૩,૯૬,૦૦૦/- નો મુદ્દામાલ ઉપરાંત એક સોનાની ચેઇન, સોનાનું પેંડલ અને ડાયમંડ બુટ્ટી સહિત રૂ. ૨,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ. ૧૫,૯૬,૦૦૦/- કબજે કરવામાં આવેલ છે. મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની ફરિયાદમાં લખાવેલ મુદામાલ ઉપરાંત ચોરી થયેલ આશરે બે લાખનો મુદામાલ પણ શોધી કાઢેલ હતો. પકડાયેલ આરોપીને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી, ધરપકડ કરવામાં આવેલ છે. આમ, ગણતરીના કલાકોમાં મણિનગર પોલીસ દ્વારા માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડિરેકટ કરી, તમામ મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારાની પૂછપરછમાં આરોપી રામગલીના છાપરા વિસ્તારમાં પોતાના પિતા મરણ ગયેલ હોઈ, પોતાની માતા અને ભાઈ સાથે રહે છે, પોતાના ભાઈને પેટની બીમારી હોય.
આરોપીએ પોતાના ભાઇ માટે પ્રથમ વખત ચોરી કરી હોવાનું ખુબ ઇમોશનલ થવાય તે રીતે ડ્રામા કર્યો પણ પોકેટ કોપ જોતા આ આરોપી રીઢો ગુનેગાર નીકળેલ, તેમ એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પડદો ઉચકનાર ટીમના પીઆઇ દીપક ઉનડકટ દ્વારા જણાવાયું હતું.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
