<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

અમદાવાદમાં ફરી રફતારનો કહેર: કારચાલકે 3 યુવકોને અડફેટે લીધા :ઘટના CCTVમાં કેદ

હરદાસ ચોકી પાસે 3 યુવકોને અડફેટે લઈને કાર ચાલાક ફરાર થઇ ગયો

અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે.બાપુનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હરદાસ ચોકી પાસે કારચાલકે 3 યુવકોને અડફેટે લઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  મેટ્રોસિટી અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ હરદાસ ચોંકી પાસે એક બેફામ બનેલ કારચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા. વિગતો મુજબ મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા ટક્કર મારી હતી

   અકસ્માતમાં એકને ગંભીર અન્ય બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. કરણ નામના કાર ચાલકે અકસ્માત કર્યાની પ્રાથમિક માહિતી હોવાનું સામે આવ્યું છે. આ તરફ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો પોલીસ પણ તપાસ શરૂ કરી છે.

 

(6:43 PM IST)