<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલમાં 2600 રૂપિયા બોલાયો: જાણો અન્ય 11 યાર્ડના ભાવ: જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 11 માર્કેટ યાર્ડમાં કુલ 124.50 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 11 માર્કેટ યાર્ડમાં કુલ 124.50 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 2600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2500 રૂ. જ્યારે નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દામનગરમાં 2500 રૂ., મોરબીમાં 2400 રૂ., મહેસાણામાં 2300 રૂ., અમદાવાદમાં 2200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 70 રૂ.થી 130 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 124.50 ટન લીંબુની આવક થઇ છે.

(10:16 PM IST)