News of Monday, 31st March 2025
રાજપીપળા કરજણ બ્રિજ ઓવારા પાસે ગેર કાયદેસર ડમ્પીંગ સાઇડ બંધ કરવા જાગૃત નાગરિકની રજૂઆત
મોર્નિંગ, ઇવનિંગ વોકમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે આ કચરો જોખમી છે અને પર્યાવરણને નુકશાન કરે છે: અધિકારીઓ પોતાની AC ચેમ્બરમાંથી બહાર નીકળી સ્થળ પર વિઝીટ કરે તો વધુ સારૂ રહેશે

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપલા ના કરજણ બ્રિજ પાસે રામગઢ જવાના રસ્તા પર બંન્ને બાજુ પર કેટલાક ધંધાધારી તત્ત્વો દ્વારા કરજણ નદીના પટમાં અને ખાડીનું પાણી કરજણ નદીમાં ચોમાસામાં જવા માટેના કુદરતી કોતરમાં આ તત્વો દ્વારા શહેરનો કચરો નાખી પુરાણ કરવામાં આવી રહ્યું છે. અને પર્યાવરણને નુકસાન ઇરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
રાજપીપલા શહેરના લોકો અહીંયા સવાર સાંજ ચાલતા અને શુધ્ધ હવા લેવા માટે આવતા હોઈ છે. ફરવા માટેનું આ નૈસર્ગિક સ્થળ ને આવા તત્વો કચરાના ઢગલામાં રૂપાંતર કરે છે. બ્રિજ પાર કરીને રામગઢ જવાના જાહેર રસ્તા પર તમને કચરાના ઢગલાઓ જોવા મળશે. અને બાજુના ખેતરોમાં કચરાનું પુરાણ કરીને પાણી જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ કરી દેવાથી પાણી ખૂબ આવે તો બાજુઓના ખેતરોમાં પાણી ઘૂસી જવાનો પણ ડર છે. આવા નૈસર્ગિક વાતાવરણમાં રસ્તાઓ પર ગંદકી + કચરાઓના ઢગલાઓને કારણે જતા આવતા ગ્રામજનોને દુર્ગંધ નો સામનો કરવો પડે છે અને ચોમાસામાં આ બધો કચરો પાણીના પ્રવાહ સાથે કરજણ નદીમાં ઠલવાઈ જશે તેનાથી નદીમાં પર્યાવરણને નુકશાન થશે તો આ કુદરતી વાતાવરણને અને હવા બગડતી અટકાવવા માટે જવાબદાર પર્યાવરણ પ્રેમી અધિકારીઓ પોતાની AC ચેમ્બરમાંથી બહાર નીકળી સ્થળ પર વિઝીટ કરે તો વધુ સારૂ રહેશે. તેમ અરજદાર રાજુભાઈ પરમારે કલેક્ટરને જણાવ્યું છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
