News of Tuesday, 1st April 2025
સુરતના વાતાવરણમાં અચાનક પલટો : વાદળ ઘેરાયા :ઝરમર વરસાદ વરસ્યો
સુરતના દરિયાઇ કાઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ:અચાનક માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો

સુરત :હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. સૌરાષ્ટ્ર-ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે પછી સુરતના દરિયાઇ કાઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. અચાનક માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો છે.
રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેકઠેકાણે માવઠું થવાની પુરેપુરી શક્યતા છે. આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદો માહોલ છવાયો છે. સુરત જિલ્લામાં વાતાવરણ પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાંપટા શરૂ થયા છે. ખાસ કરીને સુરતમાં દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં મોર, ભગવા જીણોદ સહિતમાં ગામોમાં માવઠુ થતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
