<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

લોકો સાથે ફ્રોડ કરતી કંપનીમાં નોકરી કરવા ઈનકાર...૩૪ દિવસ વિદેશમાં ગોંધી રાખ્‍યાનો ફરિયાદીએ ધડાકો કર્યો

આરોપી વિદેશ નાશી જાય તે પહેલાં મુંબઈ એરપોર્ટથી ઝડપાયેલ આરોપીના કારનામાં પરથી અકિલા સમક્ષ વડોદરા સીપી નરસિંહમાં કોમાર પડદો હટાવે છે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડ સાથે સીપીએ તુરંત રણનીતિ ઘડી.પીઆઇ આર.જી જાડેજા ટીમ દ્વારા કુનેહપૂર્વક અમલ થતાં મહત્‍વની સફળતા મળી.

રાજકોટ તા.૧:  માનવ તસ્‍કરી  સાથે સંકળાયેલ આંતરરાજ્‍ય અપરાધી દેશ છોડી નાશી જાય તે અગાઉ વડોદરા પોલીસ કમિશનર નરસિહમાં કોમાર દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચની વિશેષ ટીમ મોકલી મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે, ત્‍યારે  મૂળ ઉતરપ્રદેશના અને હાલ દિલ્‍હી રહેઠાણ ધરાવતા વોન્‍ટેડ આરોપી અંગે વડોદરા પોલીસ કમિશનર નરસિહમાં કોમારે અકિલા સાથેની વાતચીતમાં કેટલીક રસપ્રદ અને ચોકવનારી વિગતો વર્ણવી છે.

નરસિહમાં કોમારે જણાવેલ કે. વોન્‍ટેડ ગુનેગારોની યાદી બનાવી, અને લોકોને સીધા અસર કરતા અપરાધના આરોપીઓ પકડવા અમારા સાથી અધિકારીઓ અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર લેવલે ખાસ રણનીતિ બનાવો તેની જવાબદારી અધિક પોલીસ કમિ‘ર લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, અને એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શનમાં વિશેષ જવાબદારી ક્રાઇમ બ્રાન્‍ચ ટીમને સુપ્રત થયેલ છે. વિશ્વમોહીની કોમ્‍પ્‍લેક્ષ, ડોમીનોઝ પાસે, સુભાનપુરા-ઇલોરાપાર્ક રોડ, સુભાનપુરા, વડોદરા શહેર ખાતે બોલાવી ફરીયાદીશ્રીને વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીશ્રી પાસેથી વિઝા પ્રોસેસીંગ ફિ ના રૂ.૧,૫૦,૦૦૦/મેળવી લઇ યુનિક એમ્‍પ્‍લોયમેન્‍ટ સર્વિસ મેનેજીંગ ડાયરેકટર મનીષ હિંગુનાઓએ વિયેતનામમર્મા ડેલ્‍ટા નામની કંપનીમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટરની નોકરી અંગેનો ઓફર લેટર આપી વિયેતનામ ખાતે મોકલેલ અને ફરીયાદીશ્રી ત્‍યાં ગયેલ ત્‍યારે એજન્‍ટ ક્રિષ્‍ણા પાઠકે જણાવેલ કે, ઓફર લેટરવાળી નોકરી બંધ થઇ ગયેલ છે વિયેતનામ ખાતે વિકકી નામનો એક એજન્‍ટ તમને બીજી સારી એવી નોકરી અપાવશે તેમ જણાવી એજન્‍ટ વિકકીએ ફરીયાદીશ્રીને વિશ્વાસ અને ભરોસો આપીને વિયેતનામથી કંમ્‍બોડીયા ખાતે લઇ ગયેલ તે વખતે તેનો પાસપોર્ટ મેળવી લઈ નામ વગરની કંપનીમાં લઇ ગયેલ અને ચેટ પ્રોસેસ જે નોર્મલ ચેટ કરતા અલગ પ્રકારની હતી જેમાં ભારતના લોકોને અલગ-અલગ રીતે ચેટીંગ કરી ફ્રેન્‍ડશીપની જાળમાં ફસાવી લોભ લાલચ અને ઘમકીઓ આપી લોકોના બેંક એકાઉન્‍ટ હેકીંગ કરી લોકોના નાણા પોતાના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરાવી લેવાની ગુનાહિત પ્રવળતિ કરતા હોય. તે નોકરીમાં ફરીયાદીશ્રીને રસ ન હોય નોકરી છોડવા જણાવતા આ અનામી કંપનીના ચાઇનીઝ અધિકારીએ ફરીયાદીશ્રી પાસે ૨૮૨૦ ડોલરની માંગણી કરેલ અને જો તે નહિ આપે તો ૨૦૦૦ ડોલરમાં અન્‍ય કંપનીને વેચાતો આપી દેવાની ઘમકી આપી ફરીયાદીશ્રીનો પાસપોર્ટ લઇ અને તુ પાછો ભારત દેશમાં જઇ શકીશ નહિ. જેથી તારા સગા વહાલા કુટુંબ પાસેથી ત્રણ દિવસમાં ૨૦૦૦ ડોલર મંગાવી આપો નહિ તો બીજી કંપનીમાં વેચી દેવાની ધમકી આપી. પાસપોર્ટ લઇ લીધેલ અને સતત ત્રણ દિવસ ખાવાનું આપેલ નહિ અને ૩૪ દિવસ સુધી એક બંધ રૂમમાં ગોંધી રાખી ફરીયાદીના જીવને જોખમમાં મુકી માનસીક મહાવ્‍યથા પહોચે તેવી સ્‍થિતીમાં મુકી ગર્ભીત ઘમકીઓ આપી ફરીયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ફરીયાદીશ્રી પાસેથી ડોલર બળજબરી પુર્વક કઢાવી લઇ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી યુનિક એમ્‍પ્‍લોયમેન્‍ટ સર્વિસ મેનેજીંગ ડાયરેકટર મનીષ હિંગુ તથા ક્રિષ્‍ણા પાઠક તથા વિયેતનામ કંમ્‍બોડીયાના વિકકી નામના એજન્‍ટે ગુનાહિત સમાન ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવતરૂ રચી નોકરી અપાવવાના બહાના હેઠળ ભારતમાંથી વિયેતનામ કંમ્‍બોડીયા દેશમાં માનવ તસ્‍કરી કરી લઇ જઇ ગુલામ જેવી લાચાર અને દયનીય સ્‍થિતીમાં મુકી ફરીયાદી પાસેથી રૂપિયા ૧,૫૦,૦૦૦/-કપટપુર્વક મેળવી ગુનો કરેલ.

 નાસતો ફરતો અને હાલ પકડાયેલ આરોપીનું નામ-સરનામું

વકિલ અહમદ ઉર્ફે વિકકી રઇશ અહમદ ઉ.વ. ૪૨ રહે. એફ-બ્‍લોક, ઘરમપુરા, નજફગઢ, દ્વારકા, ન્‍યુ દિલ્‍હી મુળ રહે. ડી.એમ.કોલોની, બાંદા, ઉત્તરપ્રદેશ

આરોપી સામે વોટ્‍સેપ ગ્રુપનાં માધ્‍યમ દ્વારા  વિયતનામ વિદેશમાં નોકરીની ખૂબ સારી તક હોવાની જાહેરાત આરોપી દ્વારા આપવામા આવતી. (૩૮.૧૩)

(3:10 PM IST)