<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્‍ય કરીને રેકોર્ડ બનાવ્‍યો

સુરત તા.૧: ૩૦ માર્ચે રાજસ્‍થાન દિવસ મનાવાયો હતો અને ઘૂમર નળત્‍ય રાજસ્‍થાની સંસ્‍કળતિની શાન છે. રાજસ્‍થાન દિવસની ઉજવણી અને ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ એમ બેવડા અવસરે રવિવારે સાંજે સુરતના ગોડાદરામાં આવેલા મરુધર મેદાનમાં રાજસ્‍થાની મહિલાઓએ એક નવો જ રેકૉર્ડ બનાવ્‍યો હતો. ૧૧,૦૦૦થી વધુ રાજસ્‍થાની મહિલાઓએ પરંપરાગત રાજસ્‍થાની વેશભૂષામાં સજ્જ થઈને પારંપરિક ઘૂમર નળત્‍ય કર્યું હતું.

આ પહેલાં જયપુરમાં એકસાથે ૫૧૦૦ મહિલાઓએ ઘૂમર નળત્‍ય કરવાનો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો હતો, જ્‍યારે સુરતમાં જૂના રેકોર્ડને વામણો કરી નાખ્‍યો હતો. ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર ડાન્‍સ કરીને નવો ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો હતો. નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્‍દુ નવા વર્ષનું સ્‍વાગત પરંપરાગત ઘૂમર નળત્‍યથી કર્યું હતું. ૧૧,૦૦૦ મહિલાઓએ મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.

(3:49 PM IST)