હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
ડાંગમાં પોલીસ ભરતીના નિઃશુલ્ક વર્ગો

ડાંગમાં યોગી અરુણાનંદ મુની દ્વારા વિદ્યાર્થીઓ માટે ગુજરાત પોલીસ અને પી.એસ.આઇ. કેડર માટે ભરતીના નિઃશુલ્ક તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. યોગી અરુણાનંદ મુની ભારતીય યોગ વિદ્યામાં ડોકટરેટ છે. છેલ્લા ૬ વર્ષથી પોતાનું જીવન ડાંગમાં આદીવાસીઓની સેવામાં વિતાવી રહ્યા છે. ગામડે ગામડે ફરીને ભગવદ્દ ગીતા અને વ્યસન મુક્તિના પાઠ ભણાવી રહ્યા છે. હાલ તેઓ પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. કેડરની ભરતીના આદીવાસી ભાઇ બહેનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગો ચલાવી રહ્યા છે. જેનો મોટા પ્રમાણમાં વિદ્યાર્થી ભાઇ બહેનો લાભ લઇ રહ્યા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
