News of Tuesday, 1st April 2025
IRCTC દ્વારા ખાસ ગુજરાત ટુર પેકેજ જાહેર કર્યું : આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે તમે ટ્રેન દ્વારા ગુજરાતના ફરવા લાયક સ્થળોમા મુસાફરી કરી શકશો અને ફરવાનો આનંદ માણી શકશો
આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ અમદાવાદ, દ્વારકા, સોમનાથ, વડોદરા, કચ્છ અને તેની આસપાસના વિસ્તારો જેવા સુંદર સ્થળોની મુલાકાત લેશે. ટૂર પેકેજમાં ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોઈ શકાશે

IRCTC દ્વારા ખાસ ગુજરાત ટુર પેકેજ જાહેર કર્યું છે જે એપ્રિલથી શરૂ થશે, જાણો કેવી રીતે બુકિંગ કરવું ?
IRCTC હવે પ્રવાસીઓ માટે ગુજરાત ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે છે. આ ટૂર પેકેજમાં તમે ટ્રેન દ્વારા મુસાફરી કરશો.
પ્રવાસીઓ માટે વિવિધ ટૂર પેકેજ લઈને આવે છે. આ ટૂર પેકેજનો લાભ લઇને પ્રવાસીઓ સસ્તા અને સુવિધાજનક રીતે વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકે છે. IRCTC હવે પ્રવાસીઓ માટે ગુજરાત ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ દ્વારા તમે એપ્રિલમાં ગુજરાતની મુલાકાત લઈ શકશો. આ ટૂર પેકેજ 10 દિવસ માટે છે.
IRCTCનું આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે છે. આ ટૂર પેકેજમાં તમે ટ્રેન દ્વારા મુસાફરી કરશો. IRCTCનું આ ટૂર પેકેજ 5 એપ્રિલથી કોલકાતાથી શરૂ થશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ અમદાવાદ, દ્વારકા, સોમનાથ, વડોદરા, કચ્છ અને તેની આસપાસના વિસ્તારો જેવા સુંદર સ્થળોની મુલાકાત લેશે. ટૂર પેકેજમાં ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકાશે. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખરા.
IRCTC ટૂર પેકેજોમાં પ્રવાસીઓ માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા મફત હોય છે. ટૂર પેકેજનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રહેશે. ટૂર પેકેજમાં તમને 3AC કન્ફર્મ ટ્રેન ટિકિટ મળશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને નાસ્તો અને રાત્રિભોજન મળશે. જો કે આ ટૂર પેકેજમાં કોઈપણ પ્રકારના ટૂર ગાઇડ, રાઈડ્સ, વધારાના ભોજન અથવા કુદરતી આફતને કારણે થતા નુકસાન માટે વળતર મળશે નહિ. પ્રવાસીઓ IRCTC ની સત્તાવાર વેબસાઇટ દ્વારા આ ટૂર પેકેજ બુક કરાવી શકે છે અને વધુ માહિતી મેળવી શકે છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
