<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

5મી એપ્રિલથી બિન હથિયારધારી PSI ના કોલ લેટર ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.13/04/2025 નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષા

અમદાવાદ : બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરિક્ષાની રાહ જોઇ રહ્યા હતા

આ પરિક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા હતા. સરકાર પાસેથી મળતી માહિતી અનુસાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.13/04/2025 નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર તા.05/04/2025 ના રોજ બપોરે 2 વાગ્યાથી ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

 

(7:41 PM IST)