હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
PAYTM બોક્સનું ભાડું કંપનીએ ફ્રી કરી નાખ્યું હોવાની લાલચ આપી વેપારીઓના પૈસા પડાવનાર ગેંગ ઝડપાઈ
અમદાવાદ સાયબર ક્રાઇમે ગોવિંદ ખટીક, બ્રિજેશ પટેલ, પરાગ મિસ્ત્રી, રાજ પટેલ, ડિલક્સ સુથાર અને પ્રીતમ સુથાર નામના આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ :વેપારીઓને આપવામાં આવતા PAYTM બોક્સનું દર મહિને સામાન્ય ભાડું વસૂલવામાં આવે છે જે ભાડું કંપનીએ ફ્રી કરી નાખ્યું હોય તેવી લોભામણી લાલચ આપી વેપારીઓના પૈસા પડાવનાર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગની તપાસ કરતા તેઓએ ગુજરાતના અનેક વેપારીઓને પોતાના શિકાર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે ગોવિંદ ખટીક, બ્રિજેશ પટેલ, પરાગ મિસ્ત્રી, રાજ પટેલ, ડિલક્સ સુથાર અને પ્રીતમ સુથાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમમાં થોડાક સમય પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જયેશ દેસાઈ નામના વેપારીની દુકાનમાં બે અજાણ્યા વ્યક્તિઓએ પોતે પેટીએમ કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી PAYTM સાઉન્ડ બોક્ષ કે જેનો મહિને 99 રૂપિયાનો માસિક ચાર્જ દુકાનદારને ચૂકવવો પડે છે. તે ચાર્જ હાલમાં એક રૂપિયો થઈ ગયો છે તેવી વાત કહીને ફરિયાદીના ફોનમાંથી ડેબિટ કાર્ડની ઓનલાઈન અરજી કરી બાદમાં ડેબિટ કાર્ડ આવતા તે એક્ટિવેટ કરી PAYTM ની સ્કીમ ચાલુ કરાવવાના બહાને ફરિયાદી પાસેથી ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન માંગે બેન્ક એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી 5,99,000 ની છેતરપિંડી આચરી હતી. જેની તપાસ કરતાં ટેકનીકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઇમે આ ગેંગ પકડી પાડી છે.
આરોપીઓની ગુનાની મોર્ડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈને PAYTM સાઉન્ડ બોક્સ મશીન ધરાવતા વેપારીઓની રેકી કરતા હતા અને જે વેપારીઓ ઉંમર લાયક હોય તેવા દુકાનદારોને ટાર્ગેટ બનાવતા અને પોતે PAYTM કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી PAYTM સાઉન્ડ બોક્ષ મશીનના માસિક ચાર્જને 99 રૂપિયાથી એક રૂપિયા અથવા તો તે ફ્રી થઈ ગયું હોવાનું કહી દુકાનદારને વિશ્વાસમાં લેતા હતા. જે બાદ બેન્ક એપ્લિકેશનથી પોતાના PAYTM સ્કેનરમાં એક રૂપિયો ટ્રાન્સફર કરાવવાનું કહેતા હતા. દુકાનદાર એક રૂપિયો ટ્રાન્સફર કરે તે સમયે બેન્કિંગ એપ્લિકેશનનો પીન જાણી લેતા હતા અને બાદમાં દુકાનદારના મોબાઇલ ફોનમાંથી PAYTM ને રિક્વેસ્ટ અંગેનો મેલ કરવાનું કહ્યું મોબાઈલ ફોન મેળવી બેન્કની એપ્લિકેશન દ્વારા પોતાના મળતીયાઓના ગેમીંગ સાઇટમાં પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. જે પૈસા કપાયા હોવાનું મેસેજ પણ ડિલીટ કરી તે મોબાઈલ દુકાનદારને પરત મોકલી ફરાર થઈ જતા હતા.
ઝડપાયેલા આરોપીઓમાંથી બ્રિજેશ પટેલ, ડિલક્સ સુથાર અને પ્રીતમ સુથાર અગાઉ Paytm કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરી ચૂક્યા છે. બ્રિજેશ પટેલ અગાઉ PAYTM માં નોકરી કરતો હતો, ત્યારે પણ તેણે આ જ પ્રકારે છેતરપિંડી આચરી હતી. જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, એ બાદ તેણે અન્ય આરોપીઓ સાથે ભેગા મળીને અલગ અલગ બેન્ક એકાઉન્ટ મેળવવાનું ઓનલાઈન ગેમિંગ સાઈટમાં રજીસ્ટ્રેશન કરી તે એકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવાનું અને ફેક સીમકાર્ડ મેળવવી છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું. આરોપી ગોવિંદ ખટીક 2023 માં ગેંગમાં સામેલ થયો હતો અને શરૂઆતમાં પોતાના બેંક એકાઉન્ટમાં ઠગાઈના પૈસા મેળવતો હતો, જે બાદ તે પોતે દુકાનદાર જ પાસે જઈને તેઓનો ફોન મેળવી પૈસા ગેમિંગ સાઈટમાં ટ્રાન્સફર કરાવતો હતો, પરાગ મિસ્ત્રી હાલ આરબીઆઈ બેંકમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને તેણે 2024 થી આ ગેંગ સાથે મળી અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ મેળવી આપવાનું કામ શરૂ કર્યું હતું. આ ગુનાનો આરોપી પ્રીતમ સુથાર રાજસ્થાનનો છે અને તે અગાઉ રાજસ્થાનમાં હત્યા મારામારી જેવા 10 થી વધુ ગુનાઓમાં સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રીતમ સુથાર વર્ષ 2022 થી બ્રિજેશ પટેલ સાથે મળીને રાજસ્થાન ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના નામના બેન્ક એકાઉન્ટ તેમજ બોગસ સીમકાર્ડ મંગાવી આપવાનું કામ કરતો હતો
આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યો કે આ ગેંગમાં સામેલ આરોપીઓએ અત્યાર સુધીમાં ગુજરાતના 10 જેટલા શહેરોમાં 500 થી વધુ વેપારીઓને શિકાર બનાવી એક થી બે કરોડ જેટલી રકમ મેળવી છે. આ ગુનામાં અગાઉ મોહસીન પટેલ, સદ્દામ પઠાણ અને સલમાન શેખ નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ ગેંગ વેપારીઓ પાસેથી 10000 રૂપિયાથી લઈને 6 લાખ સુધીની રકમ છેતરપિંડીથી મેળવતી હતી તેવામાં આરોપીઓએ આ રૂપીયાનું શું કર્યું, તે બાબતે તેઓને વધુ તપાસ અને પૂછપરછ સાયબર ક્રાઇમ એ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
