<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

અમદાવાદમાં એક યુવતી સાથે લવ, સેક્સ ઓર ધોકા જેવી ઘટના :લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રથી બોલાવી હોટલમાં હવસ સંતોષી

પ્રેમીએ કર્યો લગ્નનો ઇન્કાર. ડઘાઈ ગયેલી યુવતીએ અંતે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે વિજય પ્રજાપતિ નામનાં આરોપીની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી

અમદાવાદમાં એક યુવતી સાથે લવ, સેક્સ ઓર ધોકા જેવી ઘટના બની છે, થોડા વર્ષ પહેલા યુવતીને એક યુવક સાથે પરિચય થયો, બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા, યુવકે યુવતીને લગ્નના સપના બતાવ્યા અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા, યુવતીના પરિવારને તેના પ્રેમ પ્રકરણની જાણ થઈ અને તેણે પ્રેમીને લગ્ન કરવાનું કહેતા પ્રેમીએ કર્યો લગ્નનો ઇન્કાર. ડઘાઈ ગયેલી યુવતીએ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

રામોલ પોલીસે વિજય પ્રજાપતિ નામનાં આરોપીની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી છે. આ યુવકે એક યુવતી સાથે પ્રેમની રમત રમી, શારીરિક સંબંધ બાંધ્યા અને અંતે તેને તરછોડી દીધી જેના કારણે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં રહેતી 24 વર્ષીય યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. 11 વર્ષ પહેલા માતા-પિતા સાથે ઓઢવ વિસ્તારમાં રહેતી હતી. એની સોસાયટીમાં ગારમેન્ટની દુકાન ચાલતી હોય જ્યાં તે પોતાની બહેનપણી સાથે જતી હતી. જે દુકાન ચલાવનાર વિજય પ્રજાપતિ સાથે તેનો પરિચય થયો અને વર્ષ 2019 માં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

વિજય પ્રજાપતિ અવારનવાર યુવતીને લગ્ન કરી લેવાનું કહી વસ્ત્રાલ ખાતે આવેલી આર્યા હોટલમાં લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે 20 જૂન 2022 ના રોજ માતા પિતા સાથે પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે રહેવા જતી રહી હતી જે સમયે પણ તેણે વિજયને લગ્ન કરવાનું કહેતા તેણે બહાના બતાવી લગ્ન કરવાનું ટાળ્યું હતું.

22 માર્ચ 2025 ના રોજ વિજય પ્રજાપતિએ યુવતીને ફોન કરી લગ્ન કરવા માટે અમદાવાદ બોલાવી હતી. વર્ષોથી લગ્ન માટે રાહ જોઈ રહેલી યુવતી લગ્નના સપના લઈને અમદાવાદ પહોંચી હતી. વિજય પ્રજાપતિએ તેની ફ્લાઇટની ટિકિટ કરાવી અમદાવાદ બોલાવી અને ત્યાંથી તેને વસ્ત્રાલ ખાતેની આર્યા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં પણ વિજય તેની સાથે લગ્ન કરીશ એવું કહીને સતત બે દિવસ સુધી શારીરિક સંબંધ બાદ્યા હતા. બે દિવસ બાદ યુવતીને પોતાના વતન નાગપુર જવાની રિટર્ન ટિકિટ કરાવી હતી, પરંતુ વિજય બે દિવસ માત્ર તેની સાથે સંબંધ બાંધ્યા અને લગ્ન કર્યા ન હતા. જ્યોતિ અમદાવાદથી નાગપુર જવા માટે નીકળી જે દરમિયાન તેના પિતાએ તેને ફોન કરતા તે ફ્લાઇટમાં હોવાથી ફોન ન લાગતા તેની મિત્રનો સંપર્ક કર્યો હતો. નાગપુર જતા તેના પિતાએ ફોન કરીને પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

જે બાદ પણ યુવતીએ પ્રેમી વિજયને ફોન કરી તેના પોતાના સંબંધની જાણ માતા-પિતાને થઈ ગઈ છે એટલે આપણે લગ્ન કરી લઈએ તેવું કહેતા વિજય તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી તેને તરછોડી દીધી હતી. યુવતીને જાણ થઈ હતી કે વિજય પ્રજાપતિએ તેના સમાજમાં અન્ય વ્યક્તિ સાથે સગાઈ કરી લીધી છે જેથી અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

(8:47 PM IST)