તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 1st April 2025
તમારા પિતાની જમીન આપી દો નહીં તો ટાટીયા ભાગી નાખીશ : વિધવા મહિલા ને કાકા ના દીકરાની ધમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કાલાઘોડામાં રહેતા વિધવા મહિલાને તેમના જ કાકાના દીકરાએ જમીન મુદ્દે ધમકી આપતા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ કરી છે
મળતી માહિતી અનુસાર હસુમતીબેન પ્રહલાદભાઇ દલપતભાઇ બારીયાની વિધવા અને કંચનભાઇ કાભઇભાઇ બારીયાની દિકરી(,હાલ રહે.કાલાઘોડા તા. તિલકવાડા જી.નર્મદા મુળ રહે.રતનપુરા નાના ફળીયા -તા.સંખેડા જી.છોટાઉદેપુર ) નાઓએ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પિતા ગુજરી જતા તેઓ સીધી લીટીના વારસદાર તરીકે તેમના નાના બહેન ભાવનાબેન એ રીતે બંને બહેનો એકલી હોય પ્રિતેશભાઇ ઉર્ફે ઢોલો ભાઇલાલભાઇ બારીયા (રહે. કાલાઘોડા (વડીયા) તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ તેમના પિતાની વડીલો પાર્જિત જમીન લેવા માટે તેમના ઘર આગળ જઈ હસુમતીબેન તથા ભાવનાબેનને મોટે મોટે થી ગાળો બોલી તમારા પિતાની જમીન આપી દો નહીં તો ટાટીયા ભાગી નાખીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
