<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

આરોગ્ય કર્મીઓની હડતાળ બાદ કર્મચારીઓને ટર્મિનેટ કરતા આરોગ્યન કર્મીઓ સાંસદ અને ધારાસભ્યને મળ્યા

સાંસદ અને ધારાસભ્યને મળી આરોગ્ય કર્મીઓએ આ મુદ્દે મંત્રીઓને રજૂઆત કરવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓએ પોતાની વિવિધ માંગ સાથે છેલ્લા 15 દિવસ થી હડતાળ પર છે.ત્યારે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાળમાં સામેલ ૧૨૨ જેવા આરોગ્ય કર્મચારીઓને ટર્મીનેટ કરતા મામલો વધુ ગરમાયો છે.અને કર્મચારીઓ ઉગ્ર આંદોલન પર જવા મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિક નેતાઓ કર્મચારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બની અને આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ ને સ્વીકારી પરત લે એવી માંગ સાથે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને આવેદન આપી આ લડત નો સુખદ અંત લાવવા પ્રયાસ કરવાની રજૂઆત કરી છે
ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારા સભ્ય ડો દર્શનાબેન દેશમુખ ને નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્રકુમાર તડવી મુખ્ય કનવિનર પંકજ પટેલ તાલુકા પ્રમુખ વૈભવ પંચોલી સહિતના આગેવાનો મળી ને મધ્યસ્થી બનવાની વાત કરી સરકાર સાથે થયેલ વાટાઘાટો કરી આરોગ્ય મંત્રી સાથે તેમની માંગણી ની પણ વાત કરવા રજૂઆત કરી હતી.
આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું જે રાજ્યની ભીપેન્દ્રભાઈ ની સરકાર ખૂબ સંવેદનસીલ છે. તમે આરોગ્ય કર્મચારીઓએ કોરોના સમયે ખડે પગે સેવા કરી છે. તમારી જે પણ યોગ્ય માંગણીઓ છે.તે સરકાર ચોક્કસ પૂર્ણ કરશે, હું રજૂઆત કરીશ. અને આરોગ્ય સેવા મહત્વની હોય તમે જેમ બને તેમ વહેલા કામે લાગી જાવ એવી સલાહ પણ આપી હતી


 

(9:52 PM IST)