તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st April 2025
મારા ઘરના લોકોએ જબરદસ્તી તારી સાથે લગ્ન કરાવ્યા છે, તું મને છૂટાછેડા આપી દે : અભયમે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમ પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાના કારણે મારઝૂડ કરે છે આ સાંભળીને રાજપીપલા 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બન્ને પક્ષનું કાઉંન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેમનું એક બાળક છે અને તેઓ ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે તેમના પતિના અન્ય મહિલા સાથે અફેર છે જેના કારણે વારંવાર તેમને મારઝૂડ કરે છે અને છૂટાછેડા આપી દેવાની ધમકી આપે છે. મારા પતિ બીજા જિલ્લામાં આવેલી એક મીલમાં કામ કરવા માટે જતા રહ્યા હતા અને ત્યા એ સ્ત્રી સાથે રહેતા હતા. મને એના મિત્રએ જાણ કરી તો હું ત્યાં ગયેલ અને મારા પતિ સાથે ફરી સાસરીમાં આવતા રહેલ અને ત્યાં કામ કરવા હાલ જતા નથી. પરંતુ વારંવાર મારે એ સ્ત્રી સાથે રહેવું છે તું મને છૂટાછેડા આપી દે. તું મને પસંદ નથી મારા ઘરના લોકોએ જબરદસ્તી તારી સાથે લગ્ન કરાવ્યા છે. એ મહિલા સાથે લગ્ન પહેલાના જ સંબંધ છે અને એના સાથે જ રહેવું છે. તેમના સાસુ સસરા જણાવતા કે અમારો દીકરો વહુ સાથે અમને પણ ખૂબ જ મારઝૂડ કરે છે. અને અમારા પાસે પૈસા માગે છે, છૂટાછેડા આપવા છે માટે મને પૈસા આપો. મારી વહુ અમને ખૂબ સારી રીતે રાખે છે પરંતુ દીકરો જ બીજી મહિલાના કારણે હેરાન કરે છે. પીડિત મહિલા જણાવતા કે મારા પિયરમાં પણ કોઈ નથી હું ક્યાં જઈશ. સામાવાળા મહિલા પણ મને કોલ કરીને ધમકી આપે છે. જેથી આજે અભયમની મદદ માગી.
ત્યારબાદ સામાપક્ષનું કાઉંન્સેલિંગ કરતા તેઓ એ જણાવ્યું કે મારી મરજી વિરૂદ્ધ મારા પરિવારે લગ્ન કરાવેલ. અને એ મહિલા સાથે લગ્ન પેહલાના જ સબંધ હતા. ઘણીવાર મે એ સામાવાળા મહિલાથી અલગ થવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ મને આપઘાત કરવાની ધમકી આપતા હતા. માટે હું એમના સાથે સંબંધમાં હતો. પરંતુ બે ત્રણ મહિના થી હું વાતચીત નથી કરતો મારી પત્ની સાથે જ રહું છું. એ જ મને સામેથી કોલ કરે છે પરંતુ મે એમને બ્લોક કરી દીધા છે. આ સાંભળી એમને કાયદાકીય સલાહ આપી અને શાંતિપૂર્વક સમજાવેલ અને પત્ની બાળક માતા પિતા સાથે સારો વ્યવહાર રાખે જે અંગે સમજાવતા તેમને ભૂલ સ્વીકારી પરિવાર સાથે સારી રીતે રહીશ. અને ક્યારેય પણ મારા પત્ની પર હાથ ના ઉપાડીશ જેની બાહેંધરી આપતા બન્ને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
