<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

પગરખાની પરબ અંતર્ગત બોરીદ્રાના 131 બાળકોને સેવાભાવી સેવક દ્વારા પગરખા આપવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા:પગરખાની પરબના સેવાભાવી એવા મહેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા બોરીદ્રાના 131 બાળકોને પગરખા પહેરાવી ને હાલ પડી રહેલી આકરી ગરમી થી બચાવ કર્યો હતો. ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે શાળાના કેટલાક બાળકો પાસે પગરખા હોતા નથી તેથી મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના સેવા નું ઝરણું અભિયાન અંતર્ગત માંગરોલ ગામના જુદી જુદી સેવા કરતા સેવાભાવી એવા મહેન્દ્રભાઇ પ્રજાપતિ અને તેઓની સાથે ધોબિસલ આશ્રમશાળાના રિટાયર્ડ આચાર્ય મહેશભાઈ પટેલ પણ બોરીદ્રા મુકામે આવી ને શિક્ષકો ની હાજરીમાં તમામ બાળકોને પગરખા આપ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો

(9:59 PM IST)