<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો વિક્રમ ધરાવતા નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ

નર્મદા પરિક્રમા દરમ્યાન દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે.: અત્યાર સુધી 1,111 વાર પંચકોશી પરિક્રમા કરી છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા કિનારે રહેતા નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાંવરિયા મહારાજ નર્મદા પરિક્રમા દરમ્યાન દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરે છે. એક દિવસમાં સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ ના નામે છે. 2008 માં નર્મદા પંચકોશી પરિક્રમા તેમના સાથી મિત્રો સાથે લઈને પરિક્રમા કરતા જાહેરાત કરતા આજે આ પરિક્રમા કરવા 15 લાખથી વધુ લોકો આવે છે.
દર્શન માત્રથી પવિત્ર થવાય એવી માં નર્મદા સ્નાનનું પુરાણોમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. જેમાં ઉત્તર દિશા તરફ વહેતી ધરતી પર એક માત્ર નદી હોય આ ઉત્તરવાહિની ની પરિક્રમા નો વિશેષ મહિમા છે. આ પરિક્રમા ચૈત્ર માસ માં કરવાથી 71 પેઢીને મોક્ષ મળે છે સાથે  માનવાંછુક ફળ મળે છે. છેલ્લા 17 થી 20 વર્ષથી સાંવરિયા મહારાજ આ પંચકોશી પરિક્રમા કરે છે. એક દિવસ માં ત્રણ ચાર વાર પણ કરે છે. અને એક દિવસ માં 7 વાર 7ગ્રુપને સાથે લઇ પરિક્રમા કરાવ્યાનો રેકોર્ડ છે,  સાથે અત્યાર સુધી તેઓ એ 1,111 વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે.
માત્ર કેસરી પોતડી પહેરીને ધોમધખતા 44 ડિગ્રી તાપ માં ઉઘાડા શરીરે પરિક્રમા કરે તો પણ તેમને લૂ લાગતી નથી
નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના જણાવ્યાં અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની મારી ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નોદૂર કરવાની હતી ડેમ પૂર્ણ થયો છે છતાં માં નર્મદા ખળ ખળ વહેતી રહે, નર્મદા સ્નાન કરનાર ત્યાગી બની જાય છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. નર્મદા પંચ કોશી પરિક્રમા ત્રણ વાર કરવાથી 3850 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢી ને મોક્ષ મળે છે.તેથી હાલ ચૈતર માસમાં નર્મદા પરિક્રમા અને નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.  ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાની સાથે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

(10:01 PM IST)