તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st April 2025
ડીસા અંગ્નિકાંડ મુદ્દે કોંગ્રસે સાધ્યું નિશાન : કહ્યું -મૃતકોનો સાચો આંકડો જાહેર કરે, અસરગ્રસ્ત પરિવારને 1 કરોડની સહાય આપે
સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી

બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાની અને પુત્ર દિપક મોહનાની ફરાર થઇ ગયા છે. આ કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે મૃતકોના મૃતદેહો દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘણા બધાના મૃતદેહ ઓળખવામાં પણ ન આવે તેવી હાલતમાં હતા. તો ઘણા મૃતદેહોમાં તો ખાલી હાડમાસના ટુકડાઓ મળી આવ્યા હતા. આ ઘટના એટલી ભયંકર હતી કે અમુક મૃતકોની તો ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આ મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. જે લોકોના મોત થયા છે તેઓ હરદાના હાંડિયા ગામના હોવાનું સામે આવ્યું છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે લોકોના મોત નિપજ્યા છે તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. સરકાર દ્વારા આ મામલે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરવામાં આવી છે.
ત્યારે આ મામલે કોંગ્રેસે ડીસાની હ્દયદ્રાવક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે મૃતકોનો શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ રાજ્યમાં વારંવાર આવી ઘટના ઘટે છે તેવા આક્ષેપો કરી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ યોગ્ય વળતર અને તપાસની માગ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ છે. બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, તેમને મારા અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. સદગતના પરિવારજનોને આ અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી આર્થિક મદદ સરકાર કરે તેવી વિનંતી કરું છું.
અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે ૧૭ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ…
તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ માટે સરકારને જવાબદાર ગણાવી છે. મેવાણીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હું માંગ કરું છું કે સરકાર સાચા આંકડા જાહેર કરે અને યોગ્ય તપાસ કરવામાં આવે. આ સાથે જ જીવ ગુમાવનારાઓના પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે."
મૃતકો અને ઘાયલ કામદારો મધ્યપ્રદેશના રહેવાસી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બે દિવસ પહેલા જ ફેક્ટરીમાં કામ કરવા આવ્યા હતા. જેઓ ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
