<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટમાં 2600 રૂપિયા સુધી બોલાયો: જાણો 13 યાર્ડના ભાવ

ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 171 ટન લીંબુની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 171 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 2500 રૂ., મોરબીમાં 2400 રૂ., અમદાવાદમાં 2200 રૂ., દામનગરમાં 2100 રૂ., સુરતમાં 2 હજાર રૂ., આણંદમાં 1600 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 50 રૂ.થી 130 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 171 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ42.3અમરેલી0.03આણંદ2.18દાહોદ2.03મહેસાણા1.1મોરબી2.8નવસારી0.44પોરબંદર2.1રાજકોટ33.42સુરત82સુરેન્દ્રનગર1.5વડોદરા1.1કુલ આવક171

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવરાજકોટ12002600ગોંડલ5002500વઢવાણ18002500મોરબી14002400પોરબંદર20002400અમદાવાદ12002200મહેસાણા18002200પાદરા20002200દામનગર19102100સુરત6002000આણંદ14001600નવસારી15001600દાહોદ4001000

(12:25 AM IST)