<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

માધવપુરના મેળાનું ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે રવિવારે ઉદ્‌ઘાટન

ઉદ્‌ઘાટન સમારંભમાં ગુજરાતના ખ્‍યાતનામ કલાકારોનો ડાયરોઃ ઉત્તર-પુર્વના રાજયોના કલાકારો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ : પરેશ પારેખ પોરબંદર માધવપુરના મેળાની રાજયવ્‍યાપી ઉજવણીમાં અમદાવાદ-વડોદરા-સુરત-સોમનાથ અને દ્વારકામાં રંગારંગ કાર્યક્રમો માધવપુરના મેળામાં વિશાળ સંખ્‍યામાં કલાકારોની પ્રસ્‍તૃતીને ધ્‍યાનમાં લઇને સ્‍ટેડીયમ જેવી સુવિધા ધરાવતું ગ્રાઉન્‍ડ તૈયાર શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન આયોજનમાં તા.૬ના રોજ મંડપ રોપણઃ તા.૬,૭ અને ૮ માધવરાયજી મંદીરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકાઃ તા.૯મીએ લગ્નની વિધિઃ તા. ૧૦ મીએ જાન કન્‍યાને લઇને રૂક્ષ્મણી મંદીરથી નીકળશે અને સાંજે ૪ વાગ્‍યે માધવરાય મંદીરે પહોંચશે

પોરબંદર, તા.,ર : ભગવાન શ્રીકળષ્‍ણ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્‍સવ અંતર્ગત માધવપુર ઘેડના મેળાની તૈયારી રાજ્‍ય સરકારના વિવિધ વિભાગો અને સ્‍થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણીએ જણાવ્‍યું કે, તા.૬ એપ્રિલના રોજ સાંજે  મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે માધવપુર ઘેડ મેળા કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવશે અને  ઉત્તરપૂર્વ રાજ્‍યોના મહાનુભાવો તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે તેવો સૂચિત કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે.

આ મેળામાં દરરોજ ગુજરાતના ખ્‍યાતનામ કલાકારો દ્વારા દરરોજ સાજે ડાયરાઓ યોજવામાં આવશે તેમજ સ્‍ટેડિયમ ટાઈપ ગ્રાઉન્‍ડમાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના રાજ્‍યો ૧૬૦૦ કલાકારો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ પ્રસ્‍તુત કરવામાં આવશે.

આ વર્ષનો મેળો વિશેષ ગૌરવ રૂપ રહેશે. વિશાળ સંખ્‍યામાં કલાકારોની ઙ્કસ્‍તુતિને ધ્‍યાનમાં રાખીને મેળાનું  ગ્રાઉન્‍ડ  કાર્યક્રમની અનુરૂપ તૈયાર કરવામાં આવ્‍યું છે. જે પણ આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. કલેકટર સહિતના અધિકારીઓએ મેળામાં થઈ રહેલી તૈયારી અને ગ્રાઉન્‍ડની વિશેષતાની માહિતી પણ આપી હતી.

માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્‍કળતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્‍યા છે. આ મેળાના સાંસ્‍કળતિક કાર્યક્રમો ૧ એપ્રિલ, ૨૦૨૫થી જ શરૂ થઈ જશે. ૧ એપ્રિલે સુરતમાં ઇનડોર સ્‍ટેડિયમ ખાતે, ૨ એપ્રિલે વડોદરામાં અકોટા સ્‍ટેડિયમ ખાતે, ૩ એપ્રિલે અમદાવાદના ટ્રાન્‍સ્‍ટેડિયા ખાતે, ૫ એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રીકળષ્‍ણ અને રૂકમણીજીના લગ્ન આયોજનમા આ વર્ષે ૬ એપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે. ત્‍યારબાદ તા.૬, ૭ અને ૮ એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મ કુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. તેમજ તા.૯ એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તા.૧૦ એપ્રિલના રોજ જાન કન્‍યાને લઇને રૂકિમણી મંદિરથી નીકળશે અને સાંજે ૪.૦૦ વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકળષ્‍ણનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. (૪.૪)

માધવપુરના મેળામાં પૂર્વોત્તર રાજ્‍યોની હસ્‍તકલા

અને વાનગીના સ્‍ટોલઃ રમત ગમત સ્‍પર્ધા

પોરબંદર, તા., ર : માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવળત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, ૧૦૦ મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્‍ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્‍યોની હસ્‍તકળા અને વાનગીના સ્‍ટોલ્‍સનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:57 AM IST)