તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
અમદાવાદમાં એલિસબ્રિજના રિનોવેશનની કામગીરી પુરજોશમાં
બ્રિજ પર રાહદારીઓને ચાલવા માટે વોકવે અને કાફે પણ બનાવવામાં આવશે. તેમજ આકર્ષક સીટીંગ એરિયા, સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે

અમદાવાદમાં એલિસબ્રિજનો હેરિટેજ લુક જાળવી રાખી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે .400 મીટર લાંબા એલિસબ્રિજના રિનોવેશનની કામગીરી 30 ટકા જેટલી પૂરી થઈ ચુકી છે. જેના માટે અંદાજે 32 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બ્રિજનું કામ સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. હાલમાં જૂનો કાટમાળ કાઢવામાં આવી રહ્યો છે.
બ્રિજની આસપાસ જગ્યા ઓછી હોવાને લીધે તેના કોમ્પોનન્ટ બનાવવાનું કામ રામોલ-હાથીજણમાં ચાલી રહ્યું છે. ત્યાંથી એલિસબ્રિજ ખાતે શિફ્ટ કરાશે ત્યારબાદ ફિટિંગનું કામ ચાલુ થશે. બ્રિજ પર રાહદારીઓને ચાલવા માટે વોકવે અને કાફે પણ બનાવવામાં આવશે. તેમજ આકર્ષક સીટીંગ એરિયા, સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે. સંપૂર્ણ કામ માર્ચ 2026 માં પૂર્ણ થશે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
