<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

સુરતના સારોલીમાંથી 30 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો :આરોપી કેનીલ પટેલની ધરપકડ

મુંબઈથી મંગાવાયો હતો ગાંજો : અક્ષય સોની ગાંજો મંગાવનાર મુખ્ય આરોપી: પોલીસ પકડની બહાર

સુરતમાં રૂપિયા 30 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે,સરાલી પોલીસે બાતમીના આધારે ગાંજો ઝડપી પાડયો છે,પોલીસે ગાંજા સાથે આરોપી કેનીલ પટેલની ધરપકડ કરી છે,તો અક્ષય સોનીએ આ ગાંજો પકડયો હોવાની વાત સામે આવી છે,મુંબઈથી આ ગાંજો મંગાવવામાં આવ્યો હતો,તો પોલીસે વધુ તપાસ હાથધરી છે.

સુરતમાંથી અવાર નવાર ગાંજો ઝડપાતો હોય છે ત્યારે વધુ એક વાર ગાંજો ઝડપાઈ ગયો છે,મુંબઈથી આરોપી ગાંજો લઈને સુરત આવે છએ અને સુરતમાંથી આ ગાંજો ઝડપાઈ ગયો છે,આરોપી કેનીલ પટેલ ગાંજાની ડિલિવરી લે છે અને તેને ઝડપી લેવામાં આવે છે,અક્ષય સોની ગાંજો મંગાવનાર મુખ્ય આરોપી છે તે પોલીસ પકડની બહાર છે.

(1:20 PM IST)