<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ગુજરાત સાંસ્‍ક્રુતિક વકતૃત્‍વ સ્‍પર્ધાનાં પ્રથમ વિજેતા કેશોદનાં સુત્રેજા કિર્તીબેનને ટ્રોફી અને એક લાખનો રોકડ પુરસ્‍કાર

 

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨: રાજ્‍યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્‍ચર, સેવ ભારત ફાઉન્‍ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્‍કળતિક વક્‍તળત્‍વ સ્‍પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્‍કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. વક્‍તળત્‍વ સ્‍પર્ધામાં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાન હાંસલ કરનાર  યુ.કે.વી. મહિલા કોલેજ કેશોદનાં વિદ્યાર્થીની કુ. સુત્રેજા કિર્તીબેન નગાભાઇ અને વિજેતા સ્‍પર્ધકોને અભિનંદન પાઠવી મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે યુવા શક્‍તિમાં ભરોસો વ્‍યક્‍ત કરતા કહ્યું કે, રાજ્‍યના યુવાઓ સંસ્‍કાર સિંચન દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં અગ્રેસર રહેશે.

આ પ્રસંગે શિક્ષણ રાજ્‍ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ યુવાનોને દેશનું ભવિષ્‍ય ગણાવતા જણાવ્‍યું હતું કે, તમારે તમારામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઉપયોગ દેશને વધુ સમળદ્ધ બનાવવામાં કરવાનો છે.

સેવ કલ્‍ચર, સેવ ભારત ફાઉન્‍ડેશનના સંસ્‍થાપક શ્રી ઉદય માહુરકરે કાર્યક્રમના પ્રારંભે આ સંપૂર્ણ આયોજનના વિચાર બીજથી લઈને તેના દૂરંદેશી વિઝનની સંપૂર્ણ ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં ભારતની સંસ્‍કળતિને તોડવાના પ્રયાસો કરતી શક્‍તિઓને પરાસ્‍ત કરવા તેમજ આપણી સંસ્‍કળતિ જાળવી રાખવા માટે આ કાર્યક્રમ એક મહાયજ્ઞ સમાન છે. જેમાં રાજ્‍યભરના ૭૫૦ કોલેજોના ૧૫,૦૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવા વક્‍તાઓ જ ભવિષ્‍યના સાંસ્‍કળતિક યોદ્ધાઓ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ વક્‍તળત્‍વ સ્‍પર્ધામાં શ્રેષ્ઠ સ્‍થાન હાંસલ કરી પ્રથમ સ્‍થાનની ટ્રોફી અને એક લાખની નગદ ધનરાશી પ્રાપ્ત કરનાર યુનિ.ની વિદ્યાર્થીની કુ.કિર્તીબેન સુત્રેજાને બિરદાવી અભિનંદન પાઠવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતક્‍ ૨૦૪૭ના સંકલ્‍પને સાકાર કરવામાં યુવા શક્‍તિનો રોલ મહત્‍વનો રહેવાનો છે. આ સ્‍પર્ધામાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીની કુ. સુત્રેજા કીર્તીબેનને મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રૂા. ૧ લાખનું ઈનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉચ્‍ચ અને ટેક્રિકલ શિક્ષણના અધિક મુખ્‍ય સચિવ શ્રી સુનયના તોમર, ઉચ્‍ચ શિક્ષણ નિયામક શ્રી ગુરવ દિનેશ રમેશ, ફજ્‍લ્‍શ્‍ના કુલપતિ શ્રી જે. એમ. વ્‍યાસ,  ઉચ્‍ચ શિક્ષણ સંયુક્‍ત નિયામક શ્રી આરતી ઠક્કર અને ઉપરાંત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા તેમના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન યુ.કે.વી. મહિલા કોલેજ કેશોદનાં વિદ્યાર્થીની સુત્રેજા કિર્તીબેનને યુનિ. પરિવાર સાંસ્‍કળતિક સેલનાં કો-ઓર્ડીનેટર ડો. રૂપલબેન ડાંગર, ડો.ઋષીરાજ ઉપાધ્‍યાય અને ડો.ઓમ જોષીએ શુભકામનાં પાઠવી હતી

(2:24 PM IST)