<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

અમદાવાદમાં મેદાણી જૈન બોયઝ હોસ્‍ટેલનો પ્રારંભ

 

જૈન અગ્રણી અને વર્ષેથી અમદાવાદ વસતાં તેમજ ઉપાશ્રય, હોસ્‍પિટલ, ગૌશાળા, ભોજનાલય, સ્‍કૂલ, કોલેજ વગેરેમાં દાન અર્પણ કરનારા સીએમનસુખભાઈ મેદાણીએ જૈન સમાજના વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે આશ્રમ રોડ, હરિદાસ કોલોનીમાં ધોરણ ૧૦ અને તેથી ઉપરના અભ્‍યાસ માટે મેદાણી જૈન હોસ્‍ટેલનો શુભારંભ કરેલ છે. જેમાં ૪૮ વિદ્યાર્થીઓએ સંસ્‍થાવતી લેપટોપ બેગ અર્પણ કરી સ્‍વાગત કરાયું હતું. મનસુખભાઈ મેદાણી, દિલીપભાઈ, અલ્‍પા મેદાણી, તપોવનના ટ્રસ્‍ટી લલિત ધામી, રાજુભાઈ, સૌરભ કામદાર, જીતુ શાહ વગેરે હાજર રહેલ. કુલ ૨૪ રૂમમાં ૧૦૮ વિદ્યાર્થીઓની ક્ષમતા છે. ત્રણે ટાઈમ ભોજનની વ્‍યવસ્‍થા છે. વધુ વિગત માટે મો.૯૩૭૭૭૮૮૯૯૦નાં સંપર્ક કરવા જણાવાયું છે.

(2:54 PM IST)