તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ડીસાની ફેક્ટરીમાં ગઈકાલે સર્જાયેલ દુર્ઘટનામાં વિસ્ફોટનો અવાજ સંભળાતા જ કાકા બે ભત્રીજીઓ સાથે બહાર દોડી જતા આબાદ બચાવ થયો
કોઇકના હાથ અને કોઈના પગ અને શરીરના બીજા અંગો વેર વિખેર હાલતમાં પડ્યા હતા અને તો કેટલાક અંગો ઝાડ પર લટકતા જોઇને હું ડરી ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો હતો : પ્રત્યક્ષદર્શીનુ નિવેદન

ડીસા તા.૨ : ડીસાની ફેક્ટરીમાં ગઈકાલે સર્જાયેલ દુર્ઘટનામાં વિસ્ફોટનો અવાજ સંભળાતા જ કાકા બે ભત્રીજીઓ સાથે બહાર દોડી જતા આબાદ બચાવ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, તે ગોડાઉનના ગેટ પાસે પહોંચતા જ અચાનક ધડાકો થયો હતો અને આ ધડાકાનો અવાજ 4 થી 5 કિલોમીટર સુધી સંભળાયો હતો. અને ગોડાઉનની દિવાલ તૂટી પડી હતી અને દુર દુર સુધી દિવાલના કેટલા ભાગ ખેતરમાં પડ્યા હતા. આ ઘટનામાં સૌથી પહેલા હું ઘટના સ્થળે પહોચ્યો હતો અને ત્યાં કોઇકના હાથ અને કોઈના પગ અને શરીરના બીજા અંગો વેર વિખેર હાલતમાં પડ્યા હતા અને તો કેટલાક અંગો ઝાડ પર લટકતા જોઇને હું ડરી ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો હતો.
મૃતદેહના અંગો વેર વિખેર હતા
થોડી વારમાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગ જોઈને લોકો આસપાસથી મદદ માટે દોડી આવ્યા હતા. ગોડાઉનમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા અને આગથી કોઈ લોકો ગોડાઉન કે ફેક્ટરીમાંથી બહાર આવી શક્યા નથી. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી અને તેનું કામ ચાલું કર્યું. પરંતુ કોઈ બચી શકે તેવી સ્થિતિ ન હતી.
ઇજાગ્રસ્તનું નિવેદન
એક ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું કે, અચાનક ધડાકો થયો એના પછી કંઇ ખબર જ ન પડી કે શુ થયું, આંખ ખૂલી ત્યાં ચારે બાજુ આગ જ દેખાતી હતી. ડીસામાં ઢુવા રોડ પર ફેક્ટરીમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વિજય કાજમી, ડીસા તાલુકાના – સોડાપુર ગામના મુકેશ ચંદુભાઈ પરમાર અને તેમના શિલ્પાબેન મુકેશભાઈ પરમાર - ઇજાગ્રસ્ત થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બે બહેનોનો આબાદ બચાવ
આ દંપતી આ ફેકટરીમાં તેમના પરિવાર સાથે રહે છે. જેમાં સવારે મુકેશભાઇનો નાનો ભાઈ પરખાભાઈ કોલેજ જતી વખતે મળવા આવ્યો હતો. દરમિયાન ફેક્ટરીમાં ફટાકડો ફૂટતા તેની દસ વર્ષીય ભત્રીજી આશા અને બે વર્ષની ભત્રીજી રિયાને લઇ બહાર દોડી આવતા આ ત્રણના જીવ બચી જવા પામ્યા હતા. આ ફેક્ટરીમાં સ્થાનિક તેમજ પર પ્રાંતીય મળી 25 જેટલા મજૂરો સુતળી બોમ્બ બનાવવાનું કામ કરતા હતા.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
