<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રામનવમીની શોભાયાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર રચવા ગુજરાત પોલીસની આવી છે તૈયારીઓ

જો જો ભૂતકાળનું પુનરાવર્તન ન થાય... મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તુરંત ટોચના આઇપીએસ સાથે વિડિયો કોન્‍ફરન્‍સ યોજવા આખરી ઓપ લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે આખા ગુજરાતની તમામ પરિસ્‍થિતિનાં જાણકાર વડોદરા સીપી નરસિંહમાં કુમાર વડોદરામાં દરેક વિસ્‍તારમાં બાઈક, જીપ પેટ્રોલીંગ, લુખ્‍ખાઓની માહિતી મેળવવા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા ટીમને એક્‍ટિવ મોડમાં રાખી છેઃ રાજકોટનાં ચોક્કસ સંવેદનશીલ વિસ્‍તાર તરીકે જાણીતા અને ભૂતકાળની કેટલીક ઘટનાઓનો પોતાની ૨૫ વર્ષની કારકિર્દી આધારે મૂલ્‍યાંકન કરી સીપી બ્રજેશ ઝાએ પોતાના બન્ને પાર્થરાજસિહ ગોહિલ, અને સજ્જનસિહ પરમાર સાથે તરવરિયા ડીસીપી જગદીશ બાંગરવા ટીમને એલર્ટ મોડમાં મૂકી રાઉન્‍ડ ધ કલોક લોખંડી બંદોબસ્‍ત ગોઠવેલ છે અમદાવાદની નસેનસથી પરિચિત સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણ ટીમ મારફતે વિવિધ વિસ્‍તારના ટપોરીઓને ક્રાઇમ બ્રાન્‍ચમાં તેડાવી ખાસ બાકડા પર ગુરુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે : આઇબી વડા તરીકે પોતે આપેલ ચેતવણીમાં ચૂક થતાં જે પરિસ્‍થિતિ નિર્માણ થયેલ તે બાબત ધ્‍યાને રાખી સુરત સીપી જાતે રૂટ ચેકીંગ, ડ્રોન દ્વારા ચકાસણી કરી ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા, sog ડીસીપી રાજદીપસિહ નકુમ પાસેથી દરરોજ અપડેટ મેળવે છેઃ pcb આખા દિવસનું સંકલન આપે છે

 

રાજકોટ, તા.,૨ :  ગુજરાતમાં ભૂતકાળમાં રામનવમી , ગણેશ વિસર્જનની શોભાયાત્રા પ્રસંગે ચોક્કસ અસામાજિક તત્‍વો દ્વારા કોમી પલીતો ચાંપવાનાં જે નિંદનીય પ્રયાસો થયેલ તેનું પુનરાવર્તન થતું રોકવા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ફરી એક વિશેષ વખત રાજ્‍યના તમામ પોલીસ કમિશનર, રેન્‍જ વડા, જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠકનું આયોજન નક્કી કર્યું છે, ત્‍યારે રાજ્‍યના વિવિધ મહાનગરોમાં સુરક્ષા વ્‍યવસ્‍થા માટે તડામાર તૈયારીઓ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.

ભરૂચ જેવા કોમી સંવેદનશીલ, અમદાવાદ ડીસીપી વિગેરે સ્‍થળે ફરજ બજાવનાર અમદાવાદ પોલીસ કમિશ્રર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ દ્વારા વિવિધ વિસ્‍તારના આવા છાપેલ કાટલાં જેવા લોકોને ક્રાઇમ બ્રાન્‍ચનાં ખાસ બાંકડે બેસાડી ગુરુજ્ઞાન આપવામાં આવી રહ્યાનું ડીસીપી અજિત રાજિયાણ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવી, વિવિધ વિસ્‍તારોમાં પેટ્રોલીંગ, શાંતિ સમિતિની બેઠક, ડ્રોન ચેકીંગ વિગેરે ધમધમાંટ ચાલી રહ્યો છે. સેકટર વડા નીરજ બડ ગુજર, જયપાલસિહ રાઠોડ ટીમ પોતાના સેકટરની હિલચાલ મેળવી રહ્યા છે.

એક સમયે સુરતમાં ગણેશ વિસર્જન સમયે ફાયરિંગ સહિતની ઘટનાઓ, આઇપીએસ લેવલનાં અધિકારીઓ વિરૂદ્ધ પગલાંઓ વિગેરે બાબત તથા ભૂતકાળમાં આઇબી વડા તરીકેના પોતાના અભ્‍યાસ આધારે આપેલ ચેતવણી ધ્‍યાને રાખી સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા હાઈ લેવલની બેઠક યોજી રણનીતિ નક્કી કરી છે, રૂટ ચેકીંગ, ડ્રોન ચેકીંગ ,શાંતિ સમિતિની બેઠક, વિગેરે બાબતે સુરતના ટોચના પોલીસ અઘિકારીઓ સાથે રણનીતિ ઘડી છે. ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત,ડીસીપી ભાવેશ રોજિયા, sog ડીસીપી રાજદીપસિહ નકુમ વિગેરે વિશેષ જવાબદારી સંભાળે છે. PCB પીઆઇ આર.એસ. સુવેરાને સંકલન અર્થેની ફરજ સુપ્રત થયેલ છે.

લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે આખા ગુજરાતની ઐતિહાસિક,ભૌગોલિક, કોમી સ્‍થિતીથી ખૂબ માહિતગાર સીપી નરસિંહમા કોમાંર દ્વારા તો બંદોબસ્‍ત અંગેનો જે માસ્‍ટર પ્‍લાન ઘડ્‍યો છે. તેના અમલીકરણ અંગે રોજ રિપોર્ટ મંગાવવામાં આવે છે. એડી.સીપી લીના પાટીલ, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા વિશેષ  જવાબદારી સાંભળી રહ્યા છે.      

રાજકોટનાં જંગલેશ્વર, ભિસ્‍તીવાડ સહિત વિવિધ વિસ્‍તારો સહિતના વિસ્‍તારો પર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડી.સીપી મહેન્‍દ્ર બગડીયાનાં માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી પાર્થરાજસિહ ગોહિલ પોતાના વિશાળ અનુભવ આધારે સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવા સતત વ્‍યસ્‍ત છે. ડીસીપી સજ્જનસિહ પરમારનાં અનુભવનો લાભ મળવા સાથે યુવા ડીસીપી જગદીશ બંગારવા ટીમ પણ સતત એક્‍ટીવ છે.

(6:30 PM IST)