તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય : મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો
સત્યમ એપાર્ટમેન્ટથી પ્રગતિનગર સુધી ડ્રેનેજની લાઈન સાફ કરાવી છે,ચંદ્રલોક સોસાયટીમાં બે દિવસમાં ચોખ્ખું પાણી મળતું થઈ જશે : વોર્ડ 8 ના નાયબ કાર્યપાલક ઈજનેર હર્ષિલ પટેલ

વડોદરા તા.૨ : વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર પીવાનું ગંદુ પાણી આવતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેને લઈ નાગરિકો પરેશાન છે. ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીને લઈ મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો.
શહેરના ગોરવા, છાણી, નવાયાર્ડ, આજવા રોડ,
વાઘોડિયા રોડ, ખોડિયાર નગર, દંતેશ્વર સહિત અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં દૂષિત તો કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેસરથી અપૂરતું પાણી કોર્પોરેશન આપી રહી છે. જેના કારણે ગરમીમાં નાગરિકો હેરાન પરેશાન થયા છે. ગોરવા વિસ્તારમાં આવેલ ચન્દ્રલોક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ માટલા ફોડી તેમજ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો હતો.
મહિલાઓએ કહ્યું કે, બહારથી રૂપિયા ખર્ચીને ચોખ્ખું પાણી ખરીદવું પડે છે. નેતાઓ મત લીધા બાદ વિસ્તારમાં જોવા પણ નથી આવતા.
ગઈકાલે વોર્ડ 8 ના નાયબ કાર્યપાલક ઈજનેર હર્ષિલ પટેલે કહ્યું કે, બે દિવસ પહેલા જ કોર્પોરેશનને ફરિયાદ મળી છે. ફરિયાદ મળતા ગઈકાલે સત્યમ એપાર્ટમેન્ટથી પ્રગતિનગર સુધી ડ્રેનેજની લાઈન સાફ કરાવી છે. ચંદ્રલોક સોસાયટીમાં બે દિવસમાં ચોખ્ખું પાણી મળતું થઈ જશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
