તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ડીસાની ફટાકડાં ફેક્ટરીમાં એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે પિતા-પુત્ર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
પોલીસની એક ટીમ તમીલનાડુ, એક ટીમ રાજસ્થાન, એક ટીમ મધ્યપ્રદેશ અને એક ટીમ અમદાવાદ મોકલવામાં આવી : બીજા જે આરોપીઓ હશે તેમની પણ ઝડપથી ધરપકડ કરાશે

ડીસા તા.૨ : ડીસામાં આવેલી ફટાકડાંની ફેક્ટરીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
વિસ્ફોટ થવાના કારણે 21 લોકોના મોત નીપજ્યાં હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી પિતા-પુત્ર સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસપી અક્ષયરાજે જણાવ્યું છેકે, એસઆઈટીની રચના કરવામાં આવી છે અને પોલીસની અન્ય સાત ટીમો દ્વારા તમીલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં પણ તપાસ કરાઈ છે. એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ હાલ એફએસએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સાઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો
બનાસકાંઠા એસપી અક્ષયરાજ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ડીસાની ઘટનાની ગંભીરતા જોતા સરકાર દ્વારા ખૂબજ કડક સૂચના આ ગુનામાં સાઅપરાધ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છ અને તપાસ હાથ ધરવામાં આવી છે. સાઅપરાધ ગુનાની કલમ, 326 (४), 54 तथा એક્સપ્લોઝીવ એક્ટ 1884 ની કલમ 9(બી),12 તથા એક્સપ્લોઝીવ સબ સ્ટન્સ એક્ટ1908 ની ક.3(બી),4,5,6 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા મુખ્ય બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ખુબચંદ રેનુમલ મોહનાની અને દીપક ખુબચંદ મોહનાનીને ઝડપી લેવામાં આવ્યા છે. બન્ને ડીસાના રહેવાસી છે અને બન્નેની ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઇડરમાં બનાસકાંઠા
આ બન્ને આરોપીની લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી દીપક ત્રણેક વર્ષ પહેલા સટ્ટાના ગુનામાં સંડોવાયેલો હતો.
ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવી હતી અને આ એફએસએલની ટીમે ખૂબજ ઉંડણપૂર્વક સમગ્ર ઘટનાનું અવલોકન કરી ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક પ્રાયમરી રિપોર્ટ તૈયાર કર્યો છે. ત્યાં ઘણા બધા ફટાકડાંનો સંગ્રહ થયેલો છે. ફટાકડાંની સાથે સાથે પોલીસ અને એફએસએલની ટીમને એલ્યુમિનિયમ પાવડર અને એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઈન મળી આવી છે. કચ્છ રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક ધોરણે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાએસપી કક્ષાના એસડીપીઓ ડીસાને મુખ્ય તપાસ અધિકારી તથા તેમની તપાસ માટે એલસીબી પીઆઇ, એસઓજીની ટીમને મુકવામાં આવી છે.
બેન્ક એકાઉન્ટની પણ ચકાસવામાં આવી રહ્યાં છ
તેમણે જાપાવ્યું છેકે, ડીવાઈએસપી દ્વારા ઈ-સાક્ષ્યનો ઉપયોગ કરી સ્થળની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની આજે પૂછપરછ કરવામાં આવી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
