<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

SGVP ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની જાપાનની ધર્મયાત્રાએ ભારતીય રાજદૂત સર જ્યોર્જ સાથેની યાદગાર મુલાકાત

 અમદાવાદ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સંસ્થા SGVP ગુરુકુલના અધ્યક્ષ જાપાનની ધર્મયાત્રાએ પધાર્યા છે. આ યાત્રા દરમિયાન તેઓશ્રી જાપાનના પાટનગર ટોકિયો ખાતે ભારતીય એમ્બેસી પધાર્યા હતા. એમ્બેસીની બિલ્ડિંગમાં પ્રવેશ્યા કે તુરત જ ભગવાન શ્રી ગણેશની એક વિશાળ પ્રતિમા જોઈને સૌને અંતરમાં ખૂબ આનંદ થયો હતો. વર્તમાન રાજદૂત સર જ્યોર્જે પૂજ્ય સ્વામીજી તથા સંતોનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

ભારત અને જાપાન વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો સુદૃઢ રહ્યા છે. સર જ્યોર્જે જણાવ્યું કે, આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા હોળી, દિવાળી, રક્ષાબંધન, રથયાત્રા વગેરે તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા પાયે યોગ કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં ભારતીયો તથા જાપાનના લોકો પણ ભાગ લે છે. ભારત અને જાપાન વચ્ચેના રાજકીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે અહીંની યુનિવર્સિટીઓ સાથે મળીને રચનાત્મક કાર્ય કરવામાં આવે છે.

સાથે સાથે પૂજ્ય સ્વામીજીએ ભારતમાં કાર્યરત સંસ્થા SGVPની પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પ્રણાલી વિશે જણાવ્યું ત્યારે તે સાંભળીને સર જ્યોર્જ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

(4:56 PM IST)