<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ડીસા અગ્નીકાંડ અંગે રાજ્ય સરકાર દ્વારા ખાસ તપાસ દળ SITની રચના: સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક કરશે તપાસ

મહેસુલ વિભાગના સેક્રેટરી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમિતિ:અન્ય 3 સભ્યોનો કરાયો સમિતિમાં સમાવેશ: 15 દિવસમાં સોંપશે રિપોર્ટ

બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.  જેમાં ભાવિન પંડયા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ અધ્યક્ષ રહેશે જયારે  વિશાલકુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, એચ.પી.સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર  જે.એ.ગાંધી, ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ પણ તપાસ કમિટીના સભ્ય રહેશે 

 

 

(7:23 PM IST)