<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

વાવના દેવપુરા નર્મદા કેનાલમાં કાર ખાબકી: ત્રણ બાળકો પતિ સહિત ચારના લોકોના મોત :એક મહિલાની શોધખોળ

થરાદના કિયાલ ગામનું ગૌસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શને ગયા હતા પરત આવતા આ પરિવારને ગોઝારી ઘટના નડી

બનાસકાંઠાઃ જિલ્લા મા ફરી એક ગોઝારી ઘટના બની છે. વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણ બાળકો પતિ સહિત ચારના લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે. આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

બુધવારે થરાદના કિયાલ ગામનું ગૌસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શને ગયું હતું, જોકે દર્શન કરીને પરત આવતા આ પરિવારને ગોઝારી ઘટના નડી છે. આ ઘટનામાં આખો પરિવાર મોતને ભેટ્યો છે, જેથી ગૌસ્વામી સમાજ અને સ્વજનોમાં માતમ છવાયો છે. પરત ઘરે ફરતા સમયે વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલ નજીકથી પસાર થતા સમયે અચાનક જ સ્ટેરીંગનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને મોતની ચિચિયારીઓ વચ્ચે આખોય પરિવાર કેનાલમાં ડૂબી ગયો હતો.

 સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, મહિલા કાર ચલાવતી હતી અને તે સમયે અચાનક જ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગોજારી ઘટના બની છે. જોકે ઘટનાની થરાદ ફાયર વિભાગને થતા તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી ત્રણ બાળકો અને તેમના પિતાનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ હજુ મહિલાનો મૃતદેહ ન મળતા કેનાલમાં તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 


 

(8:18 PM IST)